Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સુહાનાને દિવાળી પાર્ટીમાં સાડીમાં જાેઈને ખુશ થઈ ગયો શાહરુખ

સુહાનાએ પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તેણે સાડીની સાથે સ્પગેટી સ્ટ્રેપ બ્લાઉસ પેઈર કર્યો છે

મુંબઈ, બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરુખ ખાન અને ગૌરી ખાનની દીકરી સુહાના ખાન પોતાના બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. અત્યારે બોલિવૂડમાં દિવાળીની ખૂબ ઉજવણી થઈ રહી છે.

દરરોજ કોઈની દિવાળી પાર્ટીનું આયોજન હોય છે, અને તેમાં સુહાના ખાનનો પણ અલગ જ અંદાજ જાેવા મળી રહ્યો છે. સુહાના ખાન આ પાર્ટીમાં સાડીમાં પહોંચી હતી અને તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પણ શેર કરી છે. મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના ખાન સાડી પહેરીને પહોંચી તો ફેન્સનું પણ ધ્યાન ખેંચાયુ હતું.

 

View this post on Instagram

 

A post shared by Suhana Khan (@suhanakhan2)

આટલુ જ નહીં, ગૌરી ખાન અને શાહરુખ ખાને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સુહાનાએ પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તેણે સાડીની સાથે સ્પગેટી સ્ટ્રેપ બ્લાઉસ પેઈર કર્યો છે. તેણે આ તસવીરોની સાથે કોઈ કેપ્શન લખવાનું ટાળ્યું છે. તેણે કેપ્શનમાં માત્ર એક પીળા રંગનું ઈમોજી શેર કર્યું છે. આ સિવાય તેણે ડિઝાઈનર મનિષ મલ્હોત્રાને ટેગ કર્યો છે.

તેની તસવીરો પર પ્રતિક્રિયા આપતા ગૌરી ખાને લખ્યું કે, સાડી ટાઈમલેસ પોશાક છે. શાહરુખ ખાને પણ દીકરીની પોસ્ટ પર કમેન્ટ કરી છે. શાહરુખ ખાને લખ્યું કે, જે ઝડપે બાળકો મોટા થાય છે તેના પરથી સમયનો નિયમ સાબિત થાય છે. અત્યંત ગ્રેસફુલ અને એલિગન્ટ લુક છે. આ સાથે જ શાહરુખ ખાને કૌંસમાં લખ્યું કે, આ સાડી તેં જાતે પહેરી છે?

આ કમેન્ટના જવાબમાં સુહાનાએ જણાવ્યું કે સાડી પહેરવામાં માતા ગૌરી ખાને તેની મદદ કરી હતી. સુહાનાના માતા-પિતા સિવાય અન્ય લોકોએ પણ કમેન્ટ કરી છે. તેની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે, શ્વેતા બચ્ચન નંદા, મસાબા ગુપ્તા, શનાયા કપૂરે પણ વખાણ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે મનિષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના ખાન અનન્યા પાંડે, નવ્યા નવેલી નંદા, શનાયા કપૂર અને જાહ્નવી કપૂર સાથે પહોંચી હતી. નોંધનીય છે કે કમેન્ટ સેક્શનમાં ઘણાં લોકોએ તેની સરખામણી દીપિકા પાદુકોણ સાથે કરી હતી. એક યુઝરે લખ્યું કે, પહેલા તો મને લાગ્યું કે દીપિકા પાદુકોણ છે.

તમને જણાવી દઈએ કે, ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચિઝ સાથે સુહાના બોલિવૂડ ડેબ્યુ કરવાની છે. આ ફિલ્મમાં ખુશી કપૂર, અગસ્ત્ય નંદા પણ ડેબ્યુ કરવાના છે. ફિલ્મ આવતા વર્ષે નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers