Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

મહાકાલ મંદિરમાં પ્રારંભ બાદ દેશમાં દિવાળીની ભવ્ય ઉજવણી

દેશભરના મંદિરોમાં ઠેર-ઠેર ભગવાનને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો, લોકોએ ઘરો ઓફિસોમાં સુંદર લાઈટિંગ-દિવળાઓથી રોશની કરી

નવી દિલ્હી,  દેશભરમાં આજે દિવાળીના તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં નાના-મોટા ગામ-નદગરો ઉપરાંત શહેરોમાં પણ લોકોએ ફટાકડા ફોડીને દિવાળીના તહેવારની શાનદાર ઉજવણી કરી હતી. છેલ્લા બે વર્ષમાં કોરોનાના કહેરને લીધે દિવાળી ફિક્કી રહી હતી પરંતુ આ વર્ષે લોકોએ દીલથી તહેવારપની ઉજવણી કરી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશમાં સૌથી પહેલા મહાકાલેશ્વર મંદિરમાં દિવાળી મનાવવામાં આવી. રૂપ ચૌદસ અને દિવાળીનો પર્વ એક જ દિવસે હોવાના કારણે ભસ્મારતીમાં બાબા મહાકાલનો પંચામૃતથી અભિષેક કરવામાં આવ્યો પછી ચંદન લગાવવામાં આવ્યુ. સવારે થતી ભસ્મ આરતીમાં પૂજારીઓએ બાબા મહાકાલની તારામંડળથી આરતી કરી. આ અવસરે મંદિરને સુંદર પુષ્પોથી સજાવવામાં આવ્યુ છે.

દિવાળીના અવસરે બાબા મહાકાલને ૫૬ પ્રકારના વ્યંજન ભોગમાં અર્પણ કરવામાં આવ્યા. આ અવસરે મંદિરના ગર્ભગૃહ, નંદી હોલમાં પુષ્પોથી આકર્ષક સજાવટ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્ત દિવાળી મનાવવા મહાકાલ ધામ પહોંચી રહ્યા છે. મંદિરમાં આકર્ષક લાઈટિંગ પણ દર્શનાર્થીઓનુ મન મોહી રહી છે.

દેશમાં સૌથી પહેલા દિવાળીની શરૂઆત મહાકાલ મંદિરથી થાય છે. ધનતેરસ પર બાબા મહાકાલની તારામંડળથી આરતી ઉતારાયા બાદ દેશમાં દીપોત્સવની શરૂઆત થાય છે. પાંચ દિવસ સુધી મંદિરમાં ભવ્યરીતે દિવાળી મનાવવામાં આવે છે. દિવાળીના અવસરે બાબા મહાકાલનો આકર્ષક શ્રૃંગાર કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં દિવાળીને લઈને જાેરદાર ઉલ્લાનો માહોલ જાેવા મળ્યો હતો. લોકો માટે આ દિવસ ખાસ રહ્યો હતો કેમકે કાળી ચૌદશે ભારતીય ક્રિકેટ ટીમે તેના કટ્ટર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને ટી૨૦ વર્લ્ડ કપની પહેલી મેચમાં ભારે રોમાંચકતા બાદ પરાય આપતા દેશભરમાં લોકોએ દિવાળીની સીથે આ વિજયની પણ મોડી રાત સુધી ઉજવણી કરી હતી.

ગુજરાતના ખાસ કરીને અમદાવાદ-સુરત- વડાદરો સહિતના શહેરોમાં ભારતીય ટીમના પાકિસ્તાન સામેના વિજય બાદ દિવાળીનો માહોલ જ આખો બદજલાઈ ગયો હતો અને લોકએ બમણા ઉત્સાહ સાથે તહેવારની ઉજવણી કરી હતી.

મેચના વિજયમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા ઓલરાઉન્ડ ર હાર્દિક પંડ્યાના હોમ ટાઉનમાં પણ લોકોએ રસ્તા પર આવીને ફટાકડા ફોડીને ટીમના વિજયની સાથો સાથે દિવાળીની પણ ઉજવણી કરી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers