Western Times News

Gujarati News

આતંકનો અંત થાય અને ઉજવણી કરાય એટલે દિવાળીઃ વડાપ્રધાન

PM arrival at Kargil to cerebrates Deepavali with brave solider on October 24, 2022.

મોદીએ જવાનોને કહ્યું કે મારા માટે વર્ષોથી મારો પરિવાર તમે બધા છો, તમારી વચ્ચે આવવાથી મારી દિવાળીની મીઠાશમાં વધારો થાય છે

કારગીલ,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો. આ પરંપરા વર્ષ ૨૦૧૪માં શરૂ થઈ જ્યારે મોદીએ પીએમ પદ સંભાળ્યું હતું. આ વખતે તેઓ કાળી ચૌદસના દિવસે અયોધ્યા હતા અને લોકોને લાગ્યું કે કદાચ આ વખતે આ પરંપરા તૂટી જશે, પરંતુ થોડા તેમણે સેનાના જવાનો સાથે જ દિવાળીની ઉજવણી કરી હતી.

કારગીલમાં સંબોધન કરતા મોદીએ કહ્યું કે સેનાના જવાનો મારો પરિવાર છે, તેમની સાથે દિવાળી મનાવનાનું સારું લાગે છે. પીએમ મોદીએ જવાનોને કહ્યું કે મારા માટે વર્ષોથી મારો પરિવાર તમે બધા છો.

તમારી વચ્ચે આવવાથી મારી દિવાળીની મીઠાશમાં વધારો થાય છે, મારી દિવાળીનો પ્રકાશ તમારી વચ્ચે છે અને આગામી દિવાળી સુધી મારી સ્થિતિને પ્રકાશિત કરે છે. બહાદુરીની અનોખી ગાથાઓ સાથે આપણી પરંપરા, મધુરતા અને મીઠાશ પણ મહત્વની છે. તેથી જ ભારત તેના તહેવારો પ્રેમથી ઉજવે છે. સમગ્ર વિશ્વને તેમાં સામેલ કરીને ઉજવણી કરે છે.

સેનાના જવાનોને દિવાળીનો અર્થ સમજાવતા પીએમએ કહ્યું કે વાસ્તવમાં દિવાળીનો સાર એ છે કે આતંકનો અંત થાય અને પછી તેનો ઉત્સવ મનાવવામાં આવે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ સેનાએ આ જ રીતે આતંકને કચડી નાખ્યો હતો. એક દિવ્ય જીત મેળવી હતી. દેશમાં તે જીતની એવી દિવાળી મનાવવામાં આવી હતી કે લોકો આજે પણ તેને યાદ કરે છે.

મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય હતું કે હું એ વિજયનો સાક્ષી બન્યો હતો અને મેં એ યુદ્ધને નજીકથી જાેયું હતું. હું અહીંના અધિકારીઓનો આભારી છું કે તેઓએ મને ૨૩ વર્ષ જૂની તસવીરો બતાવીને મને તે ક્ષણ યાદ અપાવી. દેશના એક સામાન્ય નાગરિક તરીકેની મારી ફરજ મને યુદ્ધના મેદાન સુધી લઈ આવી હતી. અમે જે પણ મદદ કરી શકતા હતા, તે કરવા માટે અહીં આવ્યા હતા. અમે માત્ર પુણ્ય કમાવવા આવ્યા હતા.

પીએમ મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળી તેજ અને પ્રકાશનું પર્વ છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં ખુશીઓ લઈને આવે અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારે. હું આશા રાખું છું કે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે એક શાનદાર દિવાળી પર્વ મનાવશો.

વડાપ્રધાન મોદી કારગીલ પહોંચી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા આઠ વર્ષથી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે. વર્ષ ૨૦૧૪માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે, ત્યારથી તેઓ હંમેશા સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવતા રહ્યા છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પોતાની પરંપરા અકબંધ રાખતા જમ્મુ-કાશ્મીરના કારગીલ પહોંચ્યા હતા.

પીએમ મોદીએ ટિ્‌વટ કરીને કહ્યું- બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળી તેજ અને પ્રકાશનું પર્વ છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં ખુશીઓ લઈને આવે અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારે.

હું આશા રાખું છું કે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે એક શાનદાર દિવાળી પર્વ મનાવશો.વડાપ્રધાન બન્યા બાદ મોદી સતત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. આ પહેલા તેમણે સરહદના વિવિધ વિસ્તારોમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

૨૦૧૮માં પીએમ મોદીએ ઉત્તરાખંડની પસંદગી કરી હતી. આ વખતે તેમણે ઉત્તરકાશીમાં આઈટીબીપી સાથે દિવાળીની ઉજવણી કરી. ૨૦૧૯માં, જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં અને ૨૦૨૦માં રાજસ્થાનના જેસલમેરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

૨૦૨૧માં પીએમ મોદી સૌથી સંવેદનશીલ વિસ્તાર એટલે કે જમ્મુ-કાશ્મીરના નૌશેરા પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ સૈનિકો સાથે મુલાકાત કરી અને અહીં દિવાળીની ઉજવણી કરી. હવે આ વખતે પીએમ કારગિલના દ્રાસ સેક્ટર પહોંચી રહ્યા છે. કારગિલ એક ઐતિહાસિક સ્થળ છે. અહીં ભારતીય સેનાએ પાકિસ્તાન સેનાના છક્કા છોડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.