Western Times News

Gujarati News

મિયાંદાદની સિક્સથી મીઠી જીત મેળવનાર પાકિસ્તાનની કડવી હાર

અશ્વિનના લૉફ્ટેડ શોર્ટ સાથે ભારતે મેચ જીતી લીધા બાદ દર્શકો જ નહીં પરંતુ ક્રિકેટરોની આંખમાં પણ આંસુ

મેલબોર્ન,  ભારતે પાકિસ્તાન સામે જીત મેળવીને ભારતવાસીઓને દિવાળીને મોટી ભેટ આપી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રવિચંદ્રન અશ્વિને મોહમ્મદ નવાઝના અંતિમ બોલ પર મિડ ઓફ તરફ બોલ ઉછાળી દીધો તો તો મેદાનમાં બેઠેલા ૯૦ હજાર દર્શકો અને બહાર ઉભેલા ફેન્સ ઉછળી પડ્યા હતા.

૪૦ ઓવરની રોલરકોસ્ટ રાઈડની પૂર્ણાહુતિ બીજી ઈનિંગ્સની અંતિમ ઓવરના ચોથા બોલ સુધી પહોંચી ગઈ હતી. જેમાં કોહલીએ છગ્ગો ફટકારીને કમાલ કરી દીધી હતી. આ છગ્ગો પડ્યો તે પહેલા જ નવાઝે ભૂલ કરી દીધી હતી. કારણ કે આ નો-બોલ હતો.

આ પછી પાંચમા બોલ પર દિનેશ કાર્તિકની વિકેટ પડતા ફરી ટિ્‌વસ્ટ આવ્યો હતો, જાેકે વધુ એક વાઈડ બોલ અને પછી અંતિમ બોલમાં એક રનની જરુર હતી. જેમાં અશ્વિનનો લૉફ્ટેડ શોર્ટ અને ભારતે મેચ જીતી લીધી હતી. આ પછી મેદાન પર માત્ર દર્શકો જ નહીં પરંતુ ક્રિકેટરોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.

વિરાટ કોહલીની જાદૂઈ બેટિંગના કારણે ભારતીય ટીમે જે અશક્ય હતું તેને શક્ય કરી બતાવ્યું હતું. શારજાહમાં ૧૯૮૬માં જાવેદ મિયાંદાદના છગ્ગા સાથે જેટલી મીઠી જીત મળી હતી તેનાથી વિરુદ્ધ મેલબોર્નમાં કડવી હાર મળી છે.

અશ્વિનના લૉફ્ટેડ શોર્ટ બાદ સૂર્યકુમાર યાદવે મેદાનની અંદર પહોંચી ગયો હતો. તે કોહલીનને ગળે વળગી પડ્યો હતો. આ પછી અશ્વિન પણ વિજય રન પૂર્ણ કરીને કોહલી પાસે પહોંચ્યો હતો. આ પછી ટીમના તમામ ખેલાડીઓ દોડીને મેદાનમાં પહોંચી ગયા હતા. રોહિત શર્માએ વિરાટ કોહલીને નાના બાળકની જેમ ઉઠાવી લીધો હતો અને નાચવા લાગ્યો હતો.

કોહલી પણ મોજમાં આવી ગયો હતો. આ પછી કોહલી એકલો પડ્યો અને આકાશ તરફ જાેઈને ઈશારો કરતો હતો. કોહલીના હાવભાવ પરથી સ્પષ્ટ થતું હતું કે જે વિચારીને રાખ્યું હતું તેવું જ થયું હતું. મેદાન પર કોહલીએ કમાલની બેટિંગ કરીને અંત સુધી તમામ ખેલાડીઓનો સાથ આપીને ટીમને જીત અપાવી તે પછી ખેલાડીઓ ઈમોશનલ થઈ ગયા હતા.

હાર્દિક પંડ્યાની આંખમાં આંસુ આવી ગયા હતા. આ આસુ વિશ્વાસના હતા. કોહલી મેદાન પર હોય તો કંઈ પણ શક્ય છે તે વિશ્વાસ આખી ટીમને હતો.

ભારતની શરુઆત પણ પાકિસ્તાન જેવી જ નબળી રહી હતી. જેમાં ૧૦ ઓવરના અંતે ૪૫ રનના સ્કોર પર ૪ વિકેટ ગુમાવી દીધી હતી, આ સમયે કોહલી ૨૧ બોલમાં ૧૨ રન બનાવીને રમી રહ્યો હતો. કોહલીને લાગતું હશે કે ધીમી બેટિંગ પાછળ મુશ્કેલી ઉભી કરી શકે છે, પરંતુ હાર્દિકનો સાથ મળતા બન્નેના બેટ ખુલી ગયા હતા.

બન્ને ખેલાડીઓ બાઉન્ડ્રીની સાથે સિંગલ-ડબલ લઈને સ્ટ્રાઈક રોટેટ કરતા રહેતા હતા. ૧૦૦થી વધુની પાર્ટનરશિપ કરનારા આ બન્ને ખેલાડીઓ ૨૦ ઓવર સુધી સાથે હતા, પરંતુ ૨૦મી ઓવરના પહેલા બોલે હાર્દિકે મોટો શોર્ટ રમવાની કોશિશ કરતા તે આઉટ થયો હતો, પરંતુ કોહલી લયમાં હતો. હવે ટીમને ૫ બોલમાં ૧૬ રનની જરુર હતી. આ પછી જેવી જીત મળી હાર્દિકની આંખો ભરાઈ આવી હતી.

સુનીલ ગાવસ્કર ઘણી વખત કોમેન્ટ્રી બોક્સ અને મેદાનમાં ડાન્સ કરતા જાેવા મળ્યા છે. આંતરાષ્ટ્રીય મેચ જ નહીં ૈંઁન્માં પણ તેઓ કમર લચકાવતા જાેવા મળ્યા છે, મેલબોર્નમાં ગાવસ્કરનો ડાન્સ અલગ જ અંદાજમાં હતો. ૧૯૮૭માં ગાવસ્કરે ટેસ્ટ મેચમાં ૧૦ હજાર રન બનાવ્યા હતા. અમદાવાદનું મેદાન હતું અને વિરોધી ટીમ પાકિસ્તાનની હતી. આ પછી ગાવસ્કર વારંવાર પોતાનું બેટ ઉઠાવીને અભિવાદન ઝીલતા રહ્યા હતા.

અહીં મેલબોર્નમાં ફરક એટલો હતો કે તેમની પાસે બેટ નહોતું, બાકી તેમનો જ જૂનો અંદાજ અહીં જાેવા મળ્યો હતો. તાળીઓ પાડીને ગાવસ્કર પોતાને ડાન્સ કરતા રોકી શક્યા નહોતા.

૧૯૮૬માં પાકિસ્તાને ભારતને છગ્ગો મારીને હરાવ્યું હતું ત્યારે મિયાંદાદનું જે રૂપ જાેવા મળ્યું હતું તે રીતે ફરી ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ વધી ના જાય તે જરુરી હતું. આવામાં ભારતે અંતિમ ઓવર સુધી ટક્કર આપીને આખરે મેચ પોતાના કબજામાં કરી લીધી હતી.

શરુઆતની ૧૦ ઓવર અને અંતિમ ૩ ઓવરને છોડી દઈએ તો પાકિસ્તાનની ટીમ હંમેશા ભારત પર હાવી હતી. ૧૨મી ઓવરમાં કોહલી અને પંડ્યાએ ૨૦ રન લૂંટ્યા પછી પાકિસ્તાન માટે ટેન્શન ઉભું થયું હતું. તેમના ઝડપી બોલર્સની ૬ ઓવર બાકી હતી.

સમસ્યા તો ૧૮મી ઓવરમાં શરુ થઈ જ્યારે શાહીન આફ્રિદીની ઓવરમાં કોહલીએ ત્રણ ચોગ્ગા માર્યા હતા. જ્યારે ૧૯મી ઓવરના અંતિમ બે બોલમાં બે છગ્ગા પડ્યા હતા, આ પછી પાકિસ્તાનની ટીમનું ટેન્શન વધી ગયું હતું. મોહમ્મદ નવાઝે સ્પિન છોડીને સ્લો મીડિયમ પેસ બોલિંગ શરુ કરી દીધી હતી. નવાઝે નો અને વાઈડ બોલ નાખવાનું શરુ કરી દીધું હતું.

કેપ્ટન બાબર એમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યો હતો. આના પરથી સ્પષ્ટ હતું કે પાકિસ્તાનના ખેલાડી કાઉન્ટર અટેકથી અચંબિત હતા.

તેઓને વિશ્વાસ નહોતો થતો કે તેમની સાથે શું થઈ રહ્યું છે. જાવેદ મિયાંદાદે છગ્ગો લગાવીને એવો મનોવૈજ્ઞાનિક ઘા આપ્યો હતો કે શારજાહમાં ભારતીય ટીમ માટે પાકિસ્તાનને હરાવવું મુશ્કેલ હતું. જાેકે, મેલબોર્નમાં કોહલીના ૫૩ બોલમાં ૮૨ રનની ઈનિંગ્સના દરેક શોર્ટ જાવેદ મિયાદાદના એ છગ્ગા જેટલા જ અસરદાર હતા. હવે એ જાેવાનું રહ્યું પાકિસ્તાન પર આ જીતની કેવી મનોવૈજ્ઞાનિક અસર પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.