Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શાહરૂખની ફિલ્મ પઠાણનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું

મુંબઈ, બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાન ૨ નવેમ્બરે પોતાનો ૫૭મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. શાહરૂખ ખાનના બર્થ ડે પર તેની સૌથી વધુ રાહ જાેવાઈ રહેલી ફિલ્મપઠાણનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાનના ફેન્સ લાંબા સમયથી ફિલ્મના ટીઝરની રાહ જાેઈ રહ્યા હતા ત્યારે આખરે આજે તેમની ઈચ્છા પૂરી થઈ છે. પોતાના બર્થ ડે પર શાહરૂખ ખાને ટીઝર શેર કર્યું છે.

શાહરૂખ ખાને ટિ્‌વટર પર પઠાણનું ટીઝર શેર કરતાં લખ્યું, ‘તમારા સીટ બેલ્ટ બાંધી લો. પઠાણનું ટીઝર આવી ગયું છે. પઠાણ તમારી નજીકના સિનેમાઘરોમાં ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. હિન્દી, તમિલ અને તેલુગુમાં ફિલ્મ રિલીઝ થશે.’ ફિલ્મના ટીઝરમાં જાેઈ શકો છો કે, શાહરૂખ ખાન એક્શન અવતારમાં જાેવા મળી રહ્યો છે.

ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ જાેવા મળશે. સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘પઠાણ’ ૨૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. ટીઝરની શરૂઆતમાં જાેઈ શકો છો કે, શાહરૂખ ખાન પઠાણ તરીકે પોતાના કમબેકને સ્થાપિત કરી રહ્યો છે. જે બાદ એક પછી એક થ્રિલિંગ અને આતુરતા પેદા કરતાં સીન જાેવા મળી રહ્યા છે.

ટીઝરમાં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ વચ્ચેની ફાઈટ અને દીપિકા પાદુકોણ સાથેના રોમેન્સની પણ ઝલક જાેવા મળે છે. ટીઝરમાં દીપિકા પાદુકોણ ખૂબ આકર્ષક લાગી રહી છે. એકદંરે ‘પઠાણ’ શાહરૂખ માટે દમદાર કમબેક સાબિત થશે તેવું લાગી રહ્યું છે.

સલમાન ખાન પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં જાેવા મળી શકે છે. જાેકે, ટીઝરમાં તેની ઝલક નથી બતાવાઈ. શાહરૂખ ખાને અગાઉ સલમાન સાથે કામ કરવાનો અનુભવ શેર કરતાં કહ્યું હતું, “સલમાન ખાન સાથે કામ કરવાનો નહીં માત્ર પ્રેમનો અનુભવ હોય છે.

ખુશીનો અહેસાસ, મિત્રતાનો અહેસાસ અને ભાઈચારાનો અહેસાસ થાય છે. જ્યારે પણ તેની સાથે કામ કરું છું ત્યારે અનુભવ અદ્ભૂત રહે છે. છેલ્લા બે વર્ષ ખાસ રહ્યા કારણકે મને તેની ફિલ્મમાં કેમિયો કરવાનો મોકો મળ્યો. તે ‘ઝીરો’માં આવ્યો હતો અને હું ‘ટાઈગર’માં જાેવા મળીશ.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers