Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

એશ્વર્યા રાય બચ્ચને દીકરી આરાધ્યા સાથે બાપ્પાના કર્યા દર્શન

મુંબઈ, એશ્વર્યા રાય બચ્ચને પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. એશ્વર્યાના જન્મ દિવસ પર પતિ અભિષેક બચ્ચને ખાસ અંદાજમાં તેણીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. એટલું જ નહીં, ફેન્સે પણ એશ્વર્યાને શુભકામના પાઠવી હતી જેનાથી તેણી ખૂબ જ ખુશ છે અને તેની ખુશી દર્શાવતા એક સુંદર નોટ લખીને આભાર માન્યો છે.

એશ્વર્યાએ તેણીની દિકરી આરાધ્યા બચ્ચનની સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીરમાં બંને સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પાના આશિર્વાદ લેતા જાેવા મળી રહી છે. એશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા સાથે ફોટો ક્લિક કરતી વખતે પોઝ આપી રહી છે.

એશ્વર્યા અને આરાધ્યા બંનેના મોઢા પર ખૂબ જ સુંદર સ્મિત જાેવા મળી રહ્યુ છે. એશ્વર્યાની આ તસવીર પાછળ ગણપતિ બાપ્પાની પ્રતિમા દેખાઈ રહી છે. એશ્વર્યાએ આ તસવીર શેર કરતાં તેણીના ફેન્સનો આભાર પણ માન્યો છે. એશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું છે કે, “આભાર! તમારા સૌનો પ્રેમ, હાર્દિક શુભકામનાઓ, આશિર્વાદ અને આટલી સકારાત્મકતાની માટે ખૂબ-ખૂબ ધન્યવાદ…હંમેશા ખૂબ જ પ્રેમ.

ભગવાન ભલું કરે. એશ્વર્યા રાય બચ્ચને પોતાના ૪૯માં જન્મદિવસના ખાસ અવસર પર સિદ્ધિવિનાયક મંદિર જઈને ગણપતિ બાપ્પાના આશિર્વાદ લીધા હતાં.

તેણીની સાથે દીકરી આરાધ્યા પણ હતી. એશ્વર્યાને શુભકામના આપતા પતિ અભિષેક બચ્ચને તે બંનેની પહેલી ફિલ્મ ‘ઇરુવર’ની એક ખાસ તસવીર શેર કરી હતી. ઇરુવરને મણિરત્નમ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ ૧૯૯૪માં એશ્વર્યા રાયના મિસ વર્લ્ડ બન્યા બાદ ૧૯૯૭માં આવી હતી. આ ફિલ્મ એશ્વર્યાની ડેબ્યૂ ફિલ્મ હતી. અભિષેકે ફોટો શેર કરતાં લખ્યુ હતું, ‘હેપ્પી બર્થડે વાઇફી! પ્રેમ, પ્રકાશ, શાંતિ અને શાશ્વત સફળતા.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers