Western Times News

Gujarati News

જામનગરમાં વહેલી સવારે ભૂકંપના ત્રણ આંચકા નોંધાયા

File

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભુસ્તરશાસ્ત્રીઓ સતત નજર રાખી રહયા છે જાકે રાજયના અનેક શહેરોમાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા નોંધાતા હોય છે આ પરિÂસ્થતિ વચ્ચે રાજયના જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહયા છે અને આજે સવારે સતત ત્રણ આંચકા આવતા નાગરિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. તપાસ કરતા જામનગરથી રપ કિ.મી. દુર ભૂકંપની કેન્દ્ર બિન્દુ નોધાયું છે.

રાજયના જામનગર શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૧પ દિવસથી સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહયા છે જેના પગલે ભૂસ્તરશાસ્ત્રીઓએ આ અંગે સંશોધન શરૂ કર્યું છે સતત આચકાઓ આવતા સ્થાનિક નાગરિકોમાં પણ ગભરાટ ફેલાયેલો છે આ દરમિયાનમાં આજે વહેલી સવારથી જ જામનગરવાસીઓ હજુ દિવસની શરૂઆત કરે તે પહેલા જ ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવતા જ ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ ઉપરા ઉપરી વધુ બે આંચકા આવતા ભયનો માહોલ છવાઈ ગયો હતો આમ જામનગરમાં આજે સવારે ભૂકંપના ત્રણ આંચકા નોંધાયા હતાં.

આ અંગે તપાસ કરવામાં આવતા જામનગરથી રપ કિ.મી. દુર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોધાયેલુ છે આ સ્થળે નવી ફોલ્ટ લાઈન સક્રિય બની છે કે નહી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ સ્થાનિક નાગરિકોમાં ભારે ભય જાવા મળી રહયો છે. જામનગર તથા તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાગરિકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.