Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

રપ વર્ષ જૂના પુલ પર અકસ્માત થવાની સંભાવના, તંત્ર બેફિકર

દુદાણા પાસેનો પાંચ વર્ષથી જર્જરિત પુલ ભારે વાહન પસાર થાય તો ઝૂલે છે !

ડોળાસા, કોડિનાર બાયપાસ ઉપર રપ વર્ષ જૂનો પુલ છે જે હાલ જર્જરિત અવસ્થામાં છે. આ પુલ એટલી હદે ક્ષતિગ્રસ્ત છે કે આ પુલ તુરતમાં બંધ નહીં કરાય તો હોનારત સર્જાવાની પુરી સંભાવના છે.

જાેકે તંત્ર દ્વારા અર્ધો પુલ બંધ કર્યો છે. કોઈ સ્થળે આવા થાબડભાણા જાેવા ન મળે તેવો નજારો અહીં જાેવા મળી રહ્યો છે. હાલ આ પુલ ઉપરથી ભારે વાહન પસાર થાય તો વાસ્તવમાં પુલ ઝૂલે છે.!

કોડિનાર બાયપાસ પર દુદાણા ગામના પાટિયા પાસે આવેલો પચીસ વર્ષ જૂનો પુલ હાલ પડવા વાંકે ઉભો છે. અહીં ફોર ટ્રેક રોડનું કામ ચાલુ છે પણ આ પુલની અવદશા કોઈને દેખાતી નથી.? આ પુલ ત્રણ વર્ષ પહેલાં બની જવો જાેઈએ તેના બદલે અર્ધા પુલ (જેનીનીચેનો ભાગ ભારે ક્ષતિગ્રસ્ત છે) જે અર્ધો ભાગ બંધ કરી દેવાયો છે

તો શું તેનાથી કાયમી માટે અકસ્માત નિવારી શકાય?? મોરબીની ભયાનક હોનારત બાદ પણ તંત્ર બોધ નહીં લે ? અહીં નેશનલ હાઈવેની સરેઆમ લાપરવાહી કોઈ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.!

મોરબીની ઘટના બાદ હવે તો આ કોડિનારના આ સિમેન્ટ-ક્રોંકિટના ‘ઝુલતા પુલ’ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ભારે ડર અનુભવે છે અહીં ફોર ટ્રેક એજન્સી દ્વારા નવા પુલનું બંધ કામ શરૂ કર્યું છે જે પુલ બનતા હજુ બે વર્ષ વિતી જશે તો ત્યાં સુધી આ જર્જરિત પુલ વાહનો માટે ચાલુ રાખવામાં આવશે ? હાલ તુરત આ પુલને પાડી પાકું ડ્રાઈવર્ઝન બનાવાય તો જ અકસ્માતનો ભય દૂર થશે એવી લોક ચર્ચા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers