Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વાયુ પ્રદૂષણને કારણે આ રાજ્યમાં મૂકાયો જૂની ડીઝલ કાર પર પ્રતિબંધ

(એજન્સી)નવી દિલ્હી, સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને કારણે દિલ્લીમાં જૂની ડીઝલ કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે જ્યાં પણ બીએસ-૬ સ્ટાન્ડર્ડથી ઉતરતા સ્તરની કાર ચાલતી જાેવા મળશે તો કાર માલિકને ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

આ સંદર્ભે, દિલ્લીના પરિવહન વિભાગે આવા વાહન માલિકોને સંદેશ મોકલીને ચેતવણી આપી છે. ચેતવણીમાં કહ્યું છે કે, જ્યાં સુધી હવામાન સારું ન થાય ત્યાં સુધી ભૂલથી પણ આવા વાહનો લઈને રસ્તા પર ના નીકળતા. વાહનવ્યવહાર વિભાગ દ્વારા પાંચ લાખથી વધુ વાહન માલિકોને સમાન સંદેશો મોકલવામાં આવ્યો છે.

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, દિલ્લી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોમ્પ્યુટરાઈઝ્‌ડ ડેટા અનુસાર, દિલ્લીમાં નોંધાયેલા તમામ વાહનોના માલિકોને ઓટોમેટિક સંદેશા મોકલવામાં આવ્યા છે. જે બીએસ-૬ ધોરણને પૂર્ણ કરતા નથી. તેમને કહેવામાં આવ્યું છે કે દિલ્લીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચી ગયું છે.

આવી સ્થિતિમાં, પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્લીની સીમામાં મ્જી૬ સ્ટાન્ડર્ડ કરતા ઓછા ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મેસેજમાં વિભાગે આવા વાહન માલિકોને ચેતવણી આપી છે કે જાે પકડાશે તો વીસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે દિલ્લી સરકારે દિલ્લીમાં ગ્રાફ ફોર લાગુ કરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers