Western Times News

Gujarati News

હિમાચલપ્રદેશ ચૂંટણીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી આટલા વાયદા કર્યા

(એજન્સી)શિમલા, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં વચન આપ્યું છે કે રાજ્યમાં સરકાર બનવા યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરશે. તેના માટે કમિટિ પણ બનશે અને તેની ભલામણના આધાર પર ર્નિણય લેવાશે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતના સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. તેને લઈને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શિમલામાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, અમે જે કહીએ છીએ તે કરીએ છીએ, પણ અમે જે નથી કહેતા તે પણ કરીએ છીએ.

વિકાસના એક નવા માપદંડો અમે સ્થાપિત કર્યા છે. મજબૂત ઈરાદા સાથે હિમાચલની જનતાની સેવા કરવામાં આવી છે. મેનિફેસ્ટો લોન્ચિંગ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સુરેશ કશ્યપ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત અન્ય નેતા હાજર હતાં.

સંકલ્પ પત્રના મહત્વના મુદ્દાઓ નીચે મુજબ છે
યૂનિફોર્મ સિવિલ કોડ લઈને એક સમિતિ બનાવશે. અન્નદાતા સમ્માન નિધિ. ૩૦૦૦ રૂપિયા વાર્ષિક. ૯.૮૩ લાખ ખેડૂતોને ફાયદો. ૮ લાખથી વધારે નોકરી. ૫ વર્ષમાં તમામ ગામને પાક્કા રોડ સાથે જાેડી દઈશું. ૧૨ હજાર કરોડના ખર્ચે ઈંફ્રા અને ટ્રાંસપોર્ટેશન પર વિકાસ.

સફરજનની ખેતીમાં વપરાતા મટીરિયલ પર ૧૨ ટકા જીએસટી. ૫ નવી મેડિકલ કોલેજાે ખોલશે, સૈનિકોના પરિવારને આર્થિક મદદ. વક્ફ પ્રોપર્ટીની ચિન્હીત કરી ગેરકાયદેસર ઉપયોગ રોકશે. સ્કૂલ જતી બાળકીઓને સાઈકલ અને કોલેજ જતી વિદ્યાર્થિનીઓને સ્કૂટી આપશે.

ગરીબ પરિવારની દિકરીઓના લગ્ન માટે ૫૧ હજાર રૂપિયા આપશે. સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે ૫૦૦ કરોડ રૂપિયા. ગર્ભવતી મહિલાને ૬ મહિના માટે ૨૫ હજાર રુપિયા. એક વર્ષમાં ૩ એલપીજી સિલેન્ડર ફ્રી. ગરીબ પરિવારોનું રજીસ્ટ્રેશન થશે, અટલ પેન્શન યોજના અંતર્ગત પૈસા આપવામાં આવશે.

૧૨માં ધોરણમાં ટોપ કરનારા વિદ્યાર્થીને કોલેજ અભ્યાસ સુધી દર મહિને ૨૫૦૦ રૂપિયાની સ્કોલરશિપ. દરેક જિલ્લામાં બે મહિલા હોસ્પેટલ ખોલશે. સરકારી નોકરીમાં ૩૩ ટકા મહિલા અનામત.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.