Western Times News

Gujarati News

ભાગેડૂ આર્મ્સ ડિલર સંજય ભંડારીને ટૂંકમાં ભારત લવાશે

સંજય ભંડારી પર આરોપ છે કે તેણે મોટા પ્રમાણમાં કાળુ નાણું વિદેશ મોકલ્યું હતું અને છેતરપિંડી આચરી હતી

નવી દિલ્હી,  કરચોરી તથા શસ્ત્ર સોદામાં ગેરરીતિ આચરવાને લગતા વિવિધ કેસોમાં ભાગેડૂ આર્મ્સ ડિલર સંજય ભંડારીને ટૂંક સમયમાં ેંદ્ભથી ભારત લાવવામાં આવી શકે છે. લંડન સ્થિત વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ્‌સ કોર્ટે તેનું પ્રત્યાર્પણ કરવાનો તથા આગળની કાર્યવાહી કરવા કેસને દેશના ગૃહ મંત્રાલયને મોકલી આપવા પણ આદેશ કર્યો છે. આ અગાઉ ભારત સરકાર અનેક વખત તેના પ્રત્યાર્પણ માટે બ્રિટન સમક્ષ માગ કરી ચુકી છે.

સંજય ભંડારી પર આરોપ છે કે તેણે મોટા પ્રમાણમાં કાળુ નાણું વિદેશ મોકલ્યું હતું અને આ રીતે તેણે ભારતીય આવકવેરા વિભાગ સાથે છેતરપિંડી આચરી હતી. કરચોરી કરી શકાય તે માટે તેણે પોતાના સાથીઓ સાથે મળીને નાણાં વિદેશમાં મોકલી દીધા હતા.

ભારત સરકાર અગાઉથી જ સંજય ભંડારીને ભાગેડુ જાહેર કરી ચુકી છે. ભારત સરકાર તરફથી બ્રિટનની સરકાર સમક્ષ અનેક વખત અપિલ કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૬ જૂન ૨૦૨૦ના રોજ બ્રિટનના તે સમયના ગૃહમંત્રી પ્રીતિ પટેલે ભંડારીના પ્રત્યર્પણની વિનંતી સ્વીકારી લીધી હતી અને ત્યારબાદ તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬માં આવક વેરા વિભાગને ભંડારીને રોબર્ટ વાડ્રાની ૨૦૧૨ની ફ્રાંસ ટ્રીપ અંગે પણ અનેક પ્રશ્ન કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૧૬માં જ્યારે આવક વેરા વિભાગે સંજય ભંડારીના નિવાસ સ્થાને દરોડા પાડ્યા ત્યારે સંરક્ષણ મંત્રાલયને લગતા ગુપ્ત દસ્તાવેજ મળી આવ્યા હતા. ત્યારબાદ સત્તાવાર રીતે ગોપનિયતા અધિનિયમનું ઉલ્લંઘન થવાની ઘટના માનવામાં આવે છે. ત્યારબાદ ભંડારી સામે લુક આઉટ નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી

અને તે ભારત છોડી વિદેશ ભાગી ગયો હતો. અલબત હવે વેસ્ટમિંસ્ટર કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પણ પડકારી શકે છે. ભંડારીના રોબર્ટ વાડ્રા સાથે કારોબારી લિંક નિકળી હતી. જાેકે રોબર્ટ વાડ્રાએ ભંડારી સાથે કોઈ જ સંબંધ હોવાની વાતને નકારી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.