Western Times News

Gujarati News

આ કારણસર દાનુષ્કાને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરાયો

આ ઘટનાની તપાસ માટે ઓસ્ટ્રેલિયન કાયદા અમલીકરણ અધિકારીઓને તમામ જરૂરી સમર્થન પ્રદાન કરાશે

કોલંબો,  શ્રીલંકાના બેટ્‌સમેન દાનુષ્કા ગુણાથિલકાને રવિવારે T20 વર્લ્ડ કપ ૨૦૨૨ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં એક મહિલાના જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શ્રીલંકા ક્રિકેટની એક્ઝિક્યુટિવ કમિટીએ દાનુષ્કા ગુણાથિલકાને તમામ પ્રકારના ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો ર્નિણય લીધો છે.

શ્રીલંકા ક્રિકેટે આવા કોઈપણ વર્તન માટે તેના ઝીરો ટોલરન્સ વલણ પર ભાર મૂક્યો છે અને શક્ય તેટલી વહેલી તકે કથિત કેસની તપાસ હાથ ધરવા યોગ્ય પગલાં લેવાનું બાહેંધરી આપી છે. આ સાથે શ્રીલંકા ક્રિકેટ કથિત અપરાધની તાત્કાલિક તપાસ કરવા માટે જરૂરી પગલાં લેશે.

ઓસ્ટ્રેલિયામાં ઉપરોક્ત કોર્ટ કેસના નિષ્કર્ષ પર, જાે તે ખેલાડી દોષી સાબિત થશે તો તેને દંડ કરવા માટે પગલાં લેવામાં આવશે. શ્રીલંકા ક્રિકેટ ભારપૂર્વક કહ્યું કે, આ ઘટનાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવા માટે ઓસ્ટ્રેલિયન કાયદા અમલીકરણ અધિકારીઓને તમામ જરૂરી સમર્થન પ્રદાન કરશે.

શનિવારે T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયા બાદ શ્રીલંકાની ટીમ દાનુષ્કા ગુણાથિલકા વગર દેશ જવા રવાના થઈ ગઈ હતી. આ પહેલા સોમવારે સ્થાનિક કોર્ટે ગુણાથિલકાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તેણે સ્થાનિક કોર્ટના સરે હિલ્સ ડિપાર્ટમેન્ટમાં વીડિયો લિંક દ્વારા સુનાવણીમાં હાજરી આપી હતી. ‘સિડની મોર્નિંગ હેરાલ્ડ’ના અહેવાલ મુજબ, ગુનાથિલકાને સુનાવણીમાં વર્ચ્યુઅલ દેખાવ દરમિયાન હાથકડી પહેરાવવામાં આવી હતી.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેમના વકીલ આનંદ અમરનાથે સુનાવણી દરમિયાન જામીન માટે અરજી કરી હતી પરંતુ મેજિસ્ટ્રેટ રોબર્ટ વિલિયમ્સે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલમાં અમરનાથને ટાંકીને કહેવામાં આવ્યું કે, “ચોક્કસપણે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા પર વિચાર કરી રહ્યા છીએ અને તે શક્ય હોય તેટલી વહેલી તકે કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.