Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

સામાન્ય ઈજા બાદ રોહિત શર્માએ ફરી શરૂ કરી પ્રેક્ટિસ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમને મંગળવારે સવારે મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. થ્રો ડાઉન દરમિયાન રોહિત શર્મા પોતાનો શોટ ચૂકી ગયો હતો અને તેના હાથ પર બોલ વાગ્યો હતો. જે બાદ તે તરત જ નેટ પ્રેક્ટિસ છોડીને જતો રહ્યો હતો. ભારતીય ટીમની ૧૦ નવેમ્બરે બીજી સેમિફાઈનલ મેચ છે, જે ઈંગ્લેન્ડ સામે રમવાની છે.

ટુર્નામેન્ટ પહેલા મંગળવારે વૈકલ્પિક નેટ પ્રેક્ટિસ યોજાઈ હતી. રોહિતે શોર્ટ આર્મ પુલ કરવાની કોશિશ કરી હતી અને ૧૮ ગજથી ૧૫૦થી વધુની સ્પીડથી ફેંકવામાં આવેલા થ્રોડાઉન દરમિયાન એક બોલનો થોડો વધુ ઉછાળ આવ્યો હતો. એક સેકંડનો વિલંબ થયો અને બોલ તેના જમણા હાથ પર વાગ્યો હતો. જે બાદ તેણે રમવાનું બંધ કર્યું હતું અને જમણા હાથમાં આઈસ પેક બાંધેલું જાેઈ શકાય છે.

જાેકે, રોહિત મેદાનમાં જ બેસીને બાકીના પ્લેયર્સને રમતા જાેઈ રહ્યો હતો. મેન્ટલ કંડિશનિંગ કોચ પૈડી અપ્ટને ખાસ્સીવાર સુધી બેસીને રોહિત સાથે વાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે, રોહિતની ઈજા ગંભીર નથી અને ૧૦ નવેમ્બરે યોજાનારી સેમિફાઈનલમાં તે રમી શકશે.

જાે તેની ઈજા ગંભીર હોત તો ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય બની શકત. જાેકે, ટૂંકા વિરામ પછી રોહિત શર્માએ ફરીથી બેટિંગ પ્રેક્ટિસ શરૂ કરી હતી. ઈંગ્લેન્ડના એડિલેડથી રોહિત શર્માનો પ્રેક્ટિસ કરતી તસવીરો સામે આવી છે.

રોહિત શર્માને ફરીથી પિચ પર જાેઈને ક્રિકેટ ફેન્સે પણ રાહતનો શ્વાસ લીધો હતો. ભારતીય ટીમ ફાઈનલ માટે ફેવરિટ માનવામાં આવી રહી છે. ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાય તેવું ક્રિકેટ રસિકો ઈચ્છી રહ્યા છે. જાેકે, આ માટે ૧૦ નવેમ્બરે યોજાનારી બીજી સેમિફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હાર આપવી જરૂરી છે. બીજી તરફ, પહેલી સેમિફાઈનલ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers