Western Times News

Gujarati News

બાંગ્લાદેશના કેપ્ટનને ખોટી રીતે આઉટ આપ્યો

નવી દિલ્હી, રવિવારે એડિલેડ ઓવલ મેદાનમાં રમાયેલી T20 વર્લ્ડ કપ ૨૦૨૨ની મેચમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના વિવાદને કારણે ભારે હોબાળો થયો છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને વિવાદાસ્પદ રીતે LBW લઈને આઉટ આપવામાં આવ્યો હતો, જે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થયો હતો.

આ મેચમાં પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને ૫ વિકેટે હરાવી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પાકિસ્તાન ટીમની આ જીત બાદ તરત જ ટિ્‌વટર પર હેશટેગ ચીટર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને વિવાદાસ્પદ રીતે ન્મ્ઉ આઉટ કર્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ અમ્પાયર પર સવાલ ઉઠાવ્યા છે.

ચાહકોએ પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. બાંગ્લાદેશની ઈનિંગની ૧૧મી ઓવરમાં પાકિસ્તાનના સ્પિન બોલર શાદાબ ખાનનો એક બોલ બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનના જૂતામાં વાગ્યો હતો, જેને મેદાન પરના અમ્પાયરે તેને ન્મ્ઉ આપી આઉટ કર્યો હતો.

આ પછી શાકિબે ડીઆરએસ લીધું, ત્યારબાદ થર્ડ અમ્પાયરે ટીવી રિપ્લેમાં જાેયું કે, બોલ બેટના કિનારાથી અથડાયો ન હતો અને બેટ જમીન પર અથડાવાના કારણે અલ્ટ્રા એજમાં સ્પાઇક દેખાઈ રહી હતી. જેના લીધે ઘણો હોબાળો થયો હતો. પાકિસ્તાની ક્રિકેટ ટીમ આ બાબતે શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી.

થર્ડ અમ્પાયર દ્વારા બાંગ્લાદેશી કેપ્ટન શાકિબ અલ હસનને LBW આઉટ કર્યો અને તે શૂન્ય પર પાછો ફર્યો. આ પછી ટિ્‌વટર પર હેશટેગ ચીટર ટ્રેન્ડ થવા લાગ્યું. ઘણા દિગ્ગ્જઓ એ કહ્યું છે કે થર્ડ અમ્પાયરે શાકિબને ખોટો LBW આઉટ આપ્યો હતો, કારણ કે સ્પાઇક બેટના કિનારા પરથી બોલને અથડાયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ પાકિસ્તાની ક્રિકેટ ટીમને ખૂબજ ટ્રોલ કરી અને ટિ્‌વટર પર ઘણા મીમ્સ વાયરલ થયા હતા. યુઝર્સ પણ પાકિસ્તાની ટીમને ચીટર કહેવા લાગ્યા હતા.

ઘણા પ્રશંસકોએ આ ર્નિણય અને પાકિસ્તાનની આકરી ટીકા પણ કરી છે. તેમજ પાકિસ્તાની ક્રિકેટ ટીમ પર મેચ ફિક્સિંગના આરોપો પણ લગાવવમાં આવી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.