Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નણંદના લગ્નમાં પતિ સાથે ખૂબ નાચી દીપિકા કક્કર

મુંબઈ, સસુરાલ સિમર કા ફેમ દીપિકા કક્કર છેલ્લા બે-ત્રણ મહિનાથી નણંદ સબા ઈબ્રાહિમના લગ્નની તૈયારીઓ માટે દોડધામ કરી રહી હતી. પરિવારના દરેક સભ્યો માટે જાતે જઈને પ્રી-વેડિંગ ફંક્શન તેમજ નિકાહ માટે આઉટફિટની ખરીદી, વેડિંગ કાર્ડ, નણંદના સાસરિયાં માટે ગિફ્ટનું પેકિંગ તેમજ ડેકોરેશનથી લઈને ફૂડ સુધીની દરેકે દરેક બાબતનું એક્ટ્રેસે ખૂબ ધ્યાન રાખ્યું હતું.

સબા જેવા લગ્ન ઈચ્છતી હતી એકદમ તેવું જ બધું હોય તે માટે દીપિકાએ કોઈ કચાશ બાકી રાખી નહોતી. આશરે સાત વર્ષના રિલેશનશિપ બાદ બોયફ્રેન્ડ ખાલિદ નિયાઝ ઉર્ફે સની સાથે સબાના નિકાહ થઈ રહ્યા હોવાની સૌથી વધારે ખુશી એક્ટ્રેસને હતી.

પરંતુ જ્યારે વિદાય થઈ ત્યારે તે આંસુને રોકી શકી નહોતી અને રડી પડી હતી. નિકાહના દિવસે સબા ઈબ્રાહિમે એમ્બ્રોઈડરી કરેલા વ્હાઈટ આઉટફિટ પર પસંદગી ઉતારી હતી. આ સાથે તેણે મેચિંગ જ્વેલરી પહેરી હતી, જેમાં તે સુંદર લાગતી હતી. તો બીજી તરફ દીપિકા કક્કરે રેડ કલરન લહેંગા-ચોલી અને લાઈટ જ્વેલરી પહેરી હતી, જેમાં તેની સુંદરતા નિખરી રહી હતી.

દુલ્હનની એન્ટ્રી કરવામાં આવી ત્યારે દીપિકા તેની બાજુમાં રહી હતી. આ દરમિયાનની સામે આવેલી તસવીરમાં તેના ચહેરા પર ખુશી અને દુઃખના મિશ્ર ભાવ જાેવા મળ્યા.

આ સિવાય દીપિકા કક્કર અને એક્ટર-પતિ શોએબ ઈબ્રાહિમના ફેનપેજ પરથી વિદાયનો ઈનસાઈડ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક્ટ્રેસ નણંદને નિકાહ બાદ કાર સુધી મૂકવા જતી વખતે રડી રહી છે તો શોએબ પણ ઈમોશનલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, દીપિકા નણંદ સાથે ક્લોઝ બોન્ડ ધરાવે છે અને એકબીજાની ઉપલબ્ધિને હંમેશા સેલિબ્રેટ કરે છે. દીપિકા કક્કર સોશિયલ મીડિયા પર આમ તો ઓછી એક્ટિવ રહે છે અને ર્રૂે્‌ેહ્વી પર વ્લોગ શેર કરતી રહે છે.

પરંતુ ફેન્સને વેડિંગ ફંક્શનની ઝલક જાેવા મળે તે માટે આ દરમિયાન વીડિયો અને તસવીરો શેર કરતી રહેતી હતી. તેણે બે દિવસ પહેલા ‘મહેંદી બારાત’નો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે અને શોએબ તેમજ પરિવારના સભ્યો ડીજે પર નાચતા દેખાયા હતા.

આ પહેલા સબાની હલ્દી સેરેમનીમાં પણ સોન્ગ ‘આહિસ્તા…આહિસ્તા…’ પર શોએબ અને દીપિકાએ ડાન્સ કર્યો હતો. આ સાથે તેણે લખ્યું હતું ‘આના પર ડાન્સ કરવો જરૂરી છે. મારી બહેનનું સ્મિત સૌથી મોંઘુ છે’. તો એક્ટ્રેસે પણ નણંદ-ભાભીના બોન્ડને દેખાડતી તસવીર શેર કરી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, દીપિકા કક્કર છેલ્લે ‘સસુરાલ સિમર કા ૨’માં જાેવા મળી હતી તો શોએબ ઈબ્રાહિમ હાલ ‘અજૂની’ સીરિયલમાં ‘રાજવીર બગ્ગા’નું પાત્ર ભજવી રહ્યો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers