Western Times News

Gujarati News

અબ્દુ રોઝિકે બોડી શેમ કરતા દર્શકો રોષે ભરાયા

મુંબઈ, બિગ બોસ ૧૬માં અબ્દુ રોઝિકને સૌથી ક્યુટ અને પોપ્યુલર કન્ટેસ્ટન્ટ માનવામાં આવે છે. પહેલા દિવસથી જ અબ્દુ રોઝિક તમામ કન્ટેસ્ટન્ટ્‌સને અને દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે. સલમાન ખાન પણ અબ્દુ રોઝિકથી ઘણો ખુશ છે.

બિગ બોસના ઘરમાં કોઈ પણ લડાઈ થાય, કોઈ કન્ટેસ્ટન્ટ નિરાશ હોય તો અબ્દુ તેની મદદ માટે પહેલા પહોંચી જાય છે. અત્યારે તો અબ્દુને ઘરનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ તાજેતરના એપિસોડમાં અબ્દુ રોઝિકે ઈમલી ફેમ સુમ્બુલ તૌકીર ખાન માટે એવા શબ્દનો ઉપયોગ કર્યો છે, જે સાંભળીને લોકો રોષે ભરાયા છે. દર્શકોને અબ્દુ પાસેથી આ વર્તનની અપેક્ષા નહોતી.

બિગ બોસ ૧૬ના લેટેસ્ટ એપિસોડમાં સાજિદ ખાન, નિમૃત કૌર, એમસી સ્ટેન અને શિવ ઠાકરે બેસીને વાતચીત કરતા જાેવા મળી રહ્યા હતા. ત્યારે સાજિદ અબ્દુને પૂછે છે કે શું નિમૃત સુમ્બુલની જેમ સુંદર છે કે નહીં? આના જવાબમાં અબ્દુ રોઝિક જણાવે છે કે, સુમ્બુલ પુરુષ જેવી દેખાય છે. આ કહીને અબ્દુ હસવા લાગે છે અને સાજિદ ખાન પણ હસવા લાગે છે. એમસી સ્ટેન અને શિવ ઠાકરે ચોંકી જાય છે.

નિમૃત તરત જ અબ્દુને ટોકે છે અને કહે છે કે તેણે આ પ્રકારની વાત ના કરવી જાેઈએ. અબ્દુ રોઝિકે આ પ્રકારે બોડી શેમ કરતા દર્શકો રોષે ભરાયા છે.

અબ્દુ રોઝિકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે, અબ્દુ રોઝિક ક્યુટ લાગે છે તેનો અર્થ એ નથી કે તેની ભૂલો ચલાવી લેવામાં આવે અને તેને કોઈ ધમકાવે નહીં. એક યુઝરે લખ્યું કે, જાે કોઈ અબ્દુની હાઈટ અથવા પર્સનાલિટીની મજાક ઉડાવે તો તેને કેવું લાગશે? અન્ય એક યુઝરે લખ્યું કે, અબ્દુ રોઝિક અમુક વાર ઘણું બોલી જતો હોય છે.

તેણે અંકિત ગુપ્તા જ નહીં સુંબુલ પર પણ કમેન્ટ કરી છે. આ પ્રકારના વર્તનને ચલાવી ના લેવાય. અન્ય એક યુઝરે લખ્યું કે, શું સલમાન ખાન વીકેન્ડ કા વારમાં અન્ય કન્ટેસ્ટન્ટ્‌સની જેમ અબ્દુને પણ ધમકાવશે? નોંધનીય છે કે આ પહેલા પણ અબ્દુની પ્રિયંકા તેમજ અર્ચના સાથે બોલાચાલી થઈ હતી પણ જે પ્રકારે તેણે સુમ્બુલની મજાક ઉડાવી તે પ્રથમ વાર જાેવા મળ્યું છે. અપકમિંગ એપિસોડના પ્રોમોમાં જાેવા મળ્યું છે કે, અર્ચના ગૌતમ અને અબ્દુ રોઝિક વચ્ચે મોટી લડાઈ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.