અંબિકા મંદિર ખેડબ્રહ્મામાં લોકોએ ધજાના દર્શન કર્યા

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, કારતક સુદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોઈ મંદિર લગભગ આખો દિવસ બંધ રહેતાં લોકો ને ધજાના દર્શન કરી પરત ફરવું પડ્યું હતું. અંબિકા મંદિર ખેડબ્રહ્મા દ્વારા હંમેશા પૂનમના તથા મેળાના દિવસોમાં અગાઉથી જ માતાજીના દર્શન વગેરેનો સમય અખબારોમાં તેમજ સોશિયલ મીડિયાથી જાહેર થઈ જતો હોય છે. છતાં ઘણા લોકો આવા સમાચારથી અજાણ હોય તેઓ દૂર દૂરથી મા અંબાના દર્શન કરવા આવી જતા હોય છે અને ધજા ના દર્શન કરી પરત ફરવું પડતું હોય છે.
આજે પણ માતાજીના દર્શન નો સમય સવારે ચારથી પાંચ કલાક મંગળા આરતી ૪ થી ૫ વાગ્યા સુધી દર્શનનો સમય ૪ઃ૦૦ થી ૬ઃ૩૦ કલાક દરમિયાન હતો. સવારે ૬ઃ૩૦ થી રાત્રે ૮ઃ૦૦ વાગે ૧૫ મિનિટ સુધી મંદિર બંધ હતું જેથી ઘણા મહિપત માઈભક્તોએ ધજાના દર્શન કરી પરત ફરવું પડ્યું હતું. બીજા દિવસે કારતક વદ એકમ તથા બુધવારથી દર્શન સમય રાબેતા મુજબનો રહેશે.