Western Times News

Gujarati News

વલસાડ બીજેપી દ્વારા ‘સંકલ્પપત્ર’ વિશે પત્રકાર પરિષદ યોજી

વલસાડ, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ‘સંકલ્પપત્ર’ જાહેર કરતા પહેલા ગુજરાત ની જનતાનો અભિપ્રાય લેવા માટે ૫મી નવેમ્બરના રોજ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી.સી.આર.પાટીલજી ના વરદ હસ્તે ‘અગ્રેસર ગુજરાત કેમ્પેઇન’ લોન્ચ કરવામાં આવ્યું છે જેની વિગતવાર માહિતીઓ આપવા આજરોજ વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે ‘પત્રકાર પરિષદ’ નું આયોજન જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.

આ તબક્કે શ્રી હેમંતભાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું કે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્પેઇન’ હેઠળ વલસાડ જિલ્લાના વિધાનસભા વાઇસ કુલ ૬૫ અભિપ્રાય બોક્સ મૂકવામાં આવનાર છે આ અભિપ્રાય બોક્સ વિવિધ મંડળોના હોદેદારો લોકોની વચ્ચે જઈ તેમના અભિપ્રાય મેળવશે આ સાથે જ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ સંસદસભ્યશ્રી તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યશ્રીઓ લોકો વચ્ચે જઈ આ અભિપ્રાય બોક્સમાં તેમનો અભિપ્રાય મેળવી લોકો દ્વારા આપવામાં આવેલ તમામ અભિપ્રાયો મેળવી લીધા બાદ પ્રદેશ ખાતે મોકલી આપશે લોકો ના અભિપ્રાય મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી અંતર્ગત ‘સંકલ્પ પત્ર’ જાહેર કરવામાં આવશે, આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ ના મહામંત્રીશ્રીઓ શિલ્પેશભાઈ દેસાઈ,શ્રી કમલેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જિતેશભાઈ પટેલ,જિલ્લા ભાજપ કોષાઅધ્યક્ષ શ્રી રાજેશભાઇ ભાનુશાલી,પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી શ્રી ઈલિયાસ મલેક,જિલ્લા ભાજપ ના મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.