Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અંકિતા ભાર્ગવે દીકરી મહેર સાથે કર્યા સુવર્ણ મંદિરમાં દર્શન

મુંબઈ, સીરિયલ કસૌટી જિંદગી કી’ની એક્ટ્રેસ અને એક્ટર કરણ પટેલની પત્ની અંકિતા ભાર્ગવ હાલ ટીવીના પડદેથી દૂર માતૃત્વને માણી રહી છે.

કરણ અને અંકિતાની દીકરી છે મહેર, જેના ઉછેરમાં હાલ એક્ટ્રેસ વ્યસ્ત છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અંકિતા દર થોડા દિવસે દીકરી સાથેના વેકેશનની કે તેની સાથે વિવિધ પ્રકારે સમય વિતાવતી તસવીરો શેર કરતી રહે છે. આજે એટલે કે ૮ નવેમ્બરે અંકિતાએ અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. અંકિતાએ દીકરી અને પોતાના પેરેન્ટ્‌સ સાથેની સુંદર તસવીરો શેર કરી છે.

ઈન્સ્ટાગ્રામ પર સુવર્ણ મંદિરની મુલાકાતની તસવીરો શેર કરતાં અંકિતાએ પોતાની લાગણીઓ ઠાલવી છે. તેણે જણાવ્યું કે, દીકરીને અહીં લઈને આવવાનું સપનું તેણે હંમેશાથી સેવ્યું હતું. અંકિતાએ તસવીરો શેર કરતાં લખ્યું, “ઓપરેશન થિયેટરમાં એક ઓમકાર વાગતું હતું ને મહેરનો જન્મ થયો હતો.

ત્યારથી હું આ ક્ષણની રાહ જાેઈ રહી હતી. જ્યારે રબ દી મહેર રબને મળી. હું આ લાગણીને ક્યારેય શબ્દોમાં નહીં વર્ણવી શકું. સતનામ શ્રી વાહેગુરુ..અમારા બધા પર તમારી મહેર બનાવી રાખજાે. આજે અને હંમેશા કૃતજ્ઞ રહીશ. તસવીરોમાં જાેઈ શકો છો કે, નાનકડી મહેરે પિંક રંગનું ટી-શર્ટ અને બ્લૂ પેન્ટ પહેર્યું છે. માથું કપડાથી ઢાંક્યું છે. અંકિતા ગ્રીન રંગના ડ્રેસમાં જાેવા મળી રહી છે.

અંકિતાની સાથે તેના માતાપિતા સહિતના પરિવારજનો દેખાઈ રહ્યા છે. અંકિતાની આ તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. જણાવી દઈએ કે, કરણ પટેલ અને અંકિતા ભાર્ગવે ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. કપલની દીકરીનો જન્મ ૧૪ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ થયો હતો. મહેર કરણ અને અંકિતાનું પહેલું સંતાન છે. ઉલ્લેખનીય છે કે, અંકિતા ભાર્ગવ ટીવી કલાકારો અભય ભાર્ગવ અને કિરણ ભાર્ગવની દીકરી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers