Western Times News

Gujarati News

મેટા પ્લેટફોર્મે હજારો કર્મીઓની છટણી શરૂ કરી

વોશિંગ્ટન, ટોચની સોશિયલ મીડિયા સાઈટ્‌સમાં કામ કરવું એ પ્રતિષ્ઠાની જાેબ ગણાય છે. પણ આ જાેબ પર ગમે ત્યારે ઘાત આવી શકે છે. ફેસબૂક, વોટ્‌સએપ અને ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મએ આજથી હજારો લોકોની છટણી શરૂ કરી છે. મેટાએ ખર્ચ ઘટાડવાનો કાર્યક્રમ જાહેર કર્યો ત્યારથી જ નક્કી હતું કે તેમાં અનેક લોકોની નોકરીઓનો ભોગ લેવાશે. મેટા પ્લેટફોર્મનો નફો એકદમ ઘટી ગયો છે અને સેલ્સમાં ઘટાડો થયો છે. તેના કારણે ખર્ચ ઘટાડવાનો ર્નિણય લેવાયો છે. ફેસબૂકના વડા માર્ક ઝકરબર્ગે ગયા સપ્ટેમ્બરમાં જ જાહેરાત કરી હતી કે મેટાએ સ્ટાફને છૂટા કરવાનો ર્નિણય લઈ લીધો છે.

કેલિફોર્નિયા સ્થિત બિઝનેસ મેલ્નો પાર્ક દ્વારા પણ ભરતી અટકાવી દેવાઈ છે. આ કંપની પાસે ઈન્સ્ટાગ્રામ અને વોટ્‌સએપની માલિકી છે. મેટાએ નક્કી કર્યું છે કે ૨૦૨૨ કરતા ૨૦૨૩માં તે ઓછા સ્ટાફથી ચલાવશે. એક્ઝિક્યુટિવ્સને આ છટણી માટે તૈયાર કરવા ઝકરબર્ગે ૮ નવેમ્બરે તેમની સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જેમની જાેબ જવાની છે તેમને ૯મી નવેમ્બરથી જાણ કરવામાં આવશે.

તાજેતરમાં ટેસ્લાના સીઈઓઈલોન મસ્કે ટિ્‌વટર હસ્તગત કર્યા પછી આવતાની સાથે જ ચારેક હજાર લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. ત્યાર પછી તેમણે અમુક લોકોને પરત જાેબ પર બોલાવ્યા છે, પરંતુ મોટા ભાગનાએ જાેબ ગુમાવી છે. ભારતમાં પણ એકાદ ડઝન લોકોને બાદ કરતા બાકીના ૯૦ ટકાથી વધુ લોકોને ટિ્‌વટરમાંથી છુટા કરવામાં આવ્યા છે.

મેટા પ્લેટફોર્મ પર સપ્ટેમ્બરમાં ૮૭,૦૦૦ લોકો કામ કરતા હતા. આ કંપની ૧૦ ટકા લોકોને છૂટા કરશે. ઝકરબર્ગે જણાવ્યું કે કંપનીની રેવન્યુ વધવાના બદલે સપાટ થઈ ગઈ છે. તેથી આપણે તે પ્રમાણે એડજસ્ટ કરવું પડશે. ફેસબૂકના વડા માર્ક ઝકરબર્ગે નક્કી કર્યું છે કે તેઓ ખર્ચ કાપ કરીને માત્ર એવી જગ્યાએ રોકાણ કરશે જેમાં તેમને નફો મળી શકે. આગામી એક વર્ષમાં તે પહેલા કરતા પણ ઓછા માણસોથી કામ ચલાવશે. રોકાણકારોએ પણ કંપનીમાંથી પોતાના નાણાં ઉપાડી લેવાનું શરૂ કરી દીધું છે.

ફેસબૂકે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના આંકડા જાહેર કર્યા હતા. તે પ્રમાણે તેની આવકમાં ચાર ટકાનો ઘટાડો થયો છે અને કંપનીએ ૨૭.૭ અબજ ડોલરની આવક નોંધાવી છે.ફેસબૂક, વોટ્‌સએપ અને ઈન્સ્ટાગ્રામમાં ઓછામાં ઓછા ૧૦થી ૨૦ ટકા લોકોને ઘરભેગા કરવામાં આવે તેવી શક્યતા છે. આ કંપનીઓના યુઝર્સની સંખ્યા સતત વધતી જાય છે, પરંતુ તેઓ ખર્ચને રિકવર કરવામાં મુશ્કેલી અનુભવે છે. અમેરિકન બજારમાં મંદીના કારણે ફેસબૂક (મેટા)ના શેરમાં પણ લગભગ ૭૩ ટકાનું ગાબડું પડ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.