Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમારી સેના મોસ્કોને એક સેન્ટિમીટર જમીન પણ નહીં આપે : જેલેન્સકી

કીવ,  રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને નવ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. રશિયાએ યુક્રેન પર તેના હુમલા પહેલા કરતા વધુ તેજ કર્યા છે. યુક્રેન પણ રશિયાની સેનાનો મક્કમતાથી સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સકી એ પુતિનને આપતા કહ્યું કે, તેમની સેના મોસ્કોને પોતાની જમીનનો એક સેન્ટિમીટર જમીન પણ આપશે નહિ.

ઝેલેન્સકીએ તેમના વિડિયો સંબોધનમાં જણાવ્યું હતું કે રશિયા દ્વારા યુક્રેનિયન પ્રદેશો પર કબજાે કરનારાઓની પ્રવૃત્તિ અત્યંત ઉચ્ચ સ્તરે છે. દરરોજ ડઝનબંધ હુમલા થાય છે. અમે અમારી જમીનનો એક સેન્ટિમીટર રશિયન સૈન્યને આપીશું નહીં.

યુક્રેને રશિયન સૈનિકો પર દક્ષિણી શહેર ખેરસનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લૂંટવાનો અને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો હતો. રશિયન તોપખાનાએ ખેરસોન અને માયકોલાઈવ પ્રદેશોમાં ૩૦ થી વધુ વસાહતોને નિશાન બનાવી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers