Western Times News

Gujarati News

સાનિયાનું એક સમયે શાહિદ કપૂર સાથે જોડાયું હતું નામ

મુંબઈ, ઈન્ડિયન ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકનું લગ્નજીવન ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા રિપોર્ટ્‌સ હતા કે, બંને અલગ રહેવા લાગ્યા છે જ્યારે લેટેસ્ટ ખબર પ્રમાણે સેપરેશનનો ર્નિણય બંનેએ ઘણા સમય પહેલા જ લઈ લીધો હતો અને તેમના ડિવોર્સ પણ થઈ ગયા છે.

આ અંગે માત્ર ઔપચારિક જાહેરાત કરવાની બાકી છે. જાે કે, ન તો બંનેમાંથી કોઈએ કે તેમના પરિવારના સભ્યોએ આ અંગે પુષ્ટિ કરી નથી. પાંચ મહિનાના ડેટિંગ બાદ સાનિયા અને શોએબે વર્ષ ૨૦૧૦માં લગ્ન કર્યા હતા અને ૨૦૧૮માં દીકરા ઈઝ્‌હાનનો જન્મ થયો હતો.

ટેનિસ ખેલાડી પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી હોય તેવું પહેલીવાર નથી બન્યું. શોએબ સાથે લગ્ન કર્યા તે પહેલા તેનું નામ બોલિવુડ એક્ટર શાહિદ કપૂરને ડેટ કરતી હોવાની ચર્ચા હતી. સાનિયા મિર્ઝા કરણ જાેહરના ચેટ શો ‘કોફી વિથ કરણ ૫’ની મહેમાન બની હતી.

આ દરમિયાન તેણે શાહિદ કપૂર સાથે નામ જાેડાવા અંગે વાત કરી હતી. હોસ્ટે પૂછ્યું હતું ‘કેમ હજી સુધી કોઈ હિંદી ફિલ્મી છોકરાએ તારો સંપર્ક કર્યો નથી?’, જેના જવાબમાં તેણે લખ્યું હતું ‘આવું મારી સાથે ક્યારેય થયું નથી’, હોસ્ટે આગળ સવાલ કર્યો હતો ‘શાહિદ અને તારા વિશે અફવા વહેતી થઈ છે, શું તે સાચી છે?’.

સાનિયાએ તેનો રસપ્રદ જવાબ આપતાં કહ્યું હતું ‘મને યાદ નથી કારણ કે તેને ઘણો સમય થઈ ગયો. હું વધારે ટ્રાવેલ કરતી હોવાથી આવું ક્યારેય બન્યું નહોતું. આ સિવાય રેપિડ ફાયર રાઉન્ડમાં જ્યારે, તેને તે કોને મારવા, કોની સાથે લગ્ન અને કોની સાથે હૂક અપ કરવા માગે છે તેમ પૂછવામાં આવ્યું હતું. આ સાથે તેને ત્રણ એક્ટર્સના ઓપ્શનમાં પણ આપવામાં આવ્યા હતા.

જે શાહિદ કપૂર, રણવીર સિંહ અને રણબીર કપૂર હતા. જેના જવાબમાં તેણે રણવીર સાથે હૂક અપ, રણબીર સાથે લગ્ન અને શાહિદને મારવાનું કહ્યું હતું. સાનિયા અને શોએબના સેપરેશનની વાત કરીએ તો, ક્રિકેટરે તેને દગો આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સાનિયા હાલ દુબઈમાં ચાર વર્ષના દીકરા ઈઝ્‌હાન સાથે રહે છે જ્યારે શોએબ પાકિસ્તાનમાં છે, જે વર્લ્ડ કપ ૨૦૨૨ દરમિયાન એક્સપર્ટ તરીકે કામ કરી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.