Western Times News

Gujarati News

ચા-પાણી, નાસ્તા પાછળ કેટલા રૂપિયા ખર્ચી શકશે ઉમેદવારો

ઉમેદવારો આખી ચાના રૂા.૧પ,ગુજરાતી થાળીના ૯૦, ભજીયાંના ૩૦, ભાજીપાંઉના ૭૦ લેખે ખર્ચ કરી શકશે

(એજન્સી)અમદાવાદ, વિધાનસભાની ચુંટણીમાં ચા, કોફી, નાસ્તોો અને જમવાના ભાવ જાહેર કરી દેવાયા છે. આખી ચા માટે રૂપિયા ૧પ ગુજરાતી થાળી ૯૦ અને ૧૦૦ ગ્રામ ભજીયા ૩૦ તો એક ડીશ ભાજીપાઉના ૭૦ પ્રમાણે ખર્ચ કરી શકશે.

પાણીના ર૦ લીટર જગના ૩૦ પાણીની બોટલના ર૦, ડીસ્પોઝબલ ગ્લાસ ર થર્મોકોલ ગ્લાસા ર તો પાણી પીવડાવવા માટે એક માણસનો રૂપિયા ૩૭૬ ખર્ચ નકકી કરાયો છે. જીલ્લા ચુંટણીપંચ દ્વારા નકકી કરાયેલા ભાવ બજારની સમક્ષ છે.
અમદાવાદ જીલ્લા કલેકટર અને વિવિધ રાજકીય પાર્ટીઓ સાથેની બેઠકમાં ચુંટણીમાં થનાર વિવિધ ચીજવસ્તુઓના ઉપયોગ માટે જુદા જુદા ભાવ નકકી કરાયા હતા.

નકકી કરાયેલાં ભાવ પ્રમાણે જ ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં ખર્ચ કરવાનો રહેશે. આ સાથે ચુંટણીમાં વપરાશ થનાર વાહનનો કિમી પ્રમાણે ભાવ નકકી કરાયો છે. આ ઉપરાંત સાઉન્ડ સીસ્ટમ, ફોટોગ્રાફી, વીડીયોગ્રાફી, મંડપ ઝેરોક્ષ, ડેકોરેશન સહીત સાધન-સામગ્રી માટે જીલ્લા ચુંટણી વિભાગ દ્વારા ભાવ નકકી કરવા સહીત ખર્ચની મર્યાદા નકકી કરાઈ છે.
ઉમેદવાર મોટા પંજાબી સમોસા ખવડાવે તો એક પ્લેટના રૂા.૪૦

ચીજ વસ્તુઓ ઃ આખી ચા-કોફીના રૂા.૧પ • દૂધ અને ગ્લાસ ર૦ • અડધી ચા ૧૦ • ગુજરાતી થાળી (સાદી)૯૦ • પુરી અથવા રોટલી, શાક, દાળ ભાત, પાપડ, સલાડ સાથે • બ્રેડ બટર રપ • કોર્નફલેક ૩પ • ચીજવસ્તુઓ ઃ બિસ્કીટ ર૦ • પેકેજડ ડિક્રીગ વોટર ૧ લીટર -ર૦

• બટાકા પૌઆ-ર૦ • ઉપમા -ર૦ • દહી છાશ,-૧પ • લીંબુ પાણી-૧૦ • તાવો ચાપડી ઉધીયું -૯૦ • ભાજીપાંઉ-૭૦ • પુરી-શાક -૪૦ • પરોઠા શાક -૭૦ • ભજીયાં ૧૦૦ ગ્રામ ૩૦ •મોટા સમોસા પંંજાબી ૪ • કટલેસ ર નંગ-૩૦ •પ્લાસ્ટીક ખુરશી -૧૦ •સ્ટીલ ખુરશી-પ૦.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.