Western Times News

Gujarati News

G20 શરૂ થાય તે પહેલાં જ મોદીને જોતાં US પ્રેસિડન્ટ મળવા પહોંચી ગયા

બાલીમાં USAના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાલીમાં G-20 લીડર્સ સમિટ દરમિયાન યુએસએના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બાઈડેન સાથે મુલાકાત કરી હતી.

તેઓએ ભારત-યુએસ વ્યૂહાત્મક ભાગીદારીના સતત ગહનતાની સમીક્ષા કરી જેમાં ભાવિ ક્ષેત્રો જેમ કે નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજી, અદ્યતન કોમ્પ્યુટીંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરેમાં સહયોગનો સમાવેશ થાય છે. તેઓએ ક્વાડ, I2U2 વગેરે જેવા નવા જૂથોમાં ભારત અને યુએસ વચ્ચેના ગાઢ સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

બંને નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક વિકાસ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ભારત-યુએસ ભાગીદારીને મજબૂત કરવા માટે સતત સમર્થન આપવા બદલ રાષ્ટ્રપતિ બાઈડેનનો આભાર માન્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશો ભારતના G-20 પ્રેસિડન્સી દરમિયાન ગાઢ સંકલન જાળવી રાખશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.