Western Times News

Gujarati News

કોલોઈડલ સિલ્વરનેે કારણે ચામડીનો રંગ બદલાઈને બ્લ્યુ જેવો થઈ શકે છે?

કોલાઈડલ સિલ્વર સપ્લીમેન્ટ, સિલ્વર સોલ્ટ અંગે ચોંકાવનારો દાવોઃ વૈજ્ઞાનિકોએ અગીરીયા બિમારી ગણાવી

(એજન્સી) નવીદિલ્હી, શુૃ કોઈ મનુષ્યની ચામડીનો રંગ બ્લ્યુ હોઈ શકે છે? જવાબ સ્પષ્ટ છે પરંતુ જે વિગતો સામે આવી છે એ રસપ્રદ છે. અહેવાલો અનુસાર કોલોઈડલ સિલ્વરનેે કારણે ચામડીનો રૂગ બદલાઈને બ્લ્યુ જેવો થઈ શકે છે. સિલ્વર સપ્લીમેન્ટ અથવા સિલ્વર સોલ્ટનેેે કારણે ઘણા લોકોની ચામડીનો રંગ બ્લ્યુ થઈ ગયાનુૃ સામે આવ્યુ છે. આવુ થવાને એક બિમારી તથા ચામડીના વિકાર તરીકે જાેવામાં આવે છે.

કેટલાંક વર્ષો પહેલાં આવેલી હોલીવુડની લોકપ્રિય ફિલ્મ અવતારમાં કલાકારોની ચામડીનો રંગ બ્લ્યુ જાેવા મળ્યો હતો. સામાન્ય રીતેે મનુષ્યનો રંગ ઘઉંવર્ષો, ઉજળો અથવા કાળાશ પડતો હોય છે. પરંતુ તેમાં ઉમેરો થતાં હવે આછા બ્લ્યુ રંગ સામે આવ્યો છે. તાજેતરમાં જ સોશ્યલ મીડીયા પર એક પોસ્ટ ખુબ વાયરલ થઈ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોલાઈડ સિલ્વરથી ચામડીનો રંગ બ્લ્યુ કરી શકાય છે.

કોલાઈડલ સિલ્વર એક સપ્લિમેન્ટ છે. જેનો ઉપયોગ ચામડીની સારવાર તાવ, અથવા અન્ય કેટલીક બિમારીઓમાં કરવામાં આવે છે. પેનિસિલીનના આવિષ્કાર પહેલા ઈન્ફકેશનથી બચવા ઘા ઉપર સિલ્વર નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. સંશોધકોના જણાવ્યા અનુસાર કોલાઈડલ સિલ્વર અથવા સિલ્વર સોલ્ટનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો ચામડીનો રંગ બ્લ્યુ જેવો થઈ જાય છે.

પૉલ કારસન નામના એક શખ્સની વાત સામે આવી છે જેેે અંગેે દાવો કરવામાં આવ્યો છે કે કોલાઈડલ સિલ્વર લીધા બાદ તેનો રંગ બ્લ્યુ થઈગયો છે. ફકટ ચેક અને વૈજ્ઞાનિકોએ આ મામલે અભ્યાસ હાથ ધરતા સામે આવ્યુ છે કે કોલાઈડ સિલ્વર નહીં પરંતુ કારસનની ત્વચાનો બ્લ્યુ રંગ એક વિકારને કારણે થઈ ગયો છે. જેને અગીરીયા અથવા સિલ્વર પોઈઝનિંગ કહેવામાં આવે છે. જર્નલ ડર્મેટાલોજીમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.