Western Times News

Gujarati News

ગુજરાતની અદાલતોમાં રાષ્ટ્રીય મેગા લોક અદાલત યોજાઈ

કુલ ૩.ર૪ લાખ કેસનો નિકાલ કરાયો, ૮૮,૭રપ કરોડથી વધુ રકમનું સમાધાન કરાયુ

રાજકોટ, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે નવી દિલ્હીના આદેશથી ગુજરાત રાજેય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જીલ્લા અને તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનુૃ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સમાધાન લાયક કેસોનો નિકાસ કરવામાં આવ્યો હતો.

જેમાં સમગ્ર રાજ્યના કુલ ૩.ર૪ લાખ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. તથા ૮૮૭રપ કરોડથી વધુ રકમનુૃ સમાધાન કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ ખાતે કુલ પ૭,૯૧૮ કેસોનો નિકાલ થયો હતો. સુરત ખાતે ૪૪૭૯પ કેસનો નિકાલ થયો હતો. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અને ગુજરાત રાજય કાનૂની સેવા સંત્તા મંડળના પેટ્રોન ઈન ચીફ અરવિંદ કુમારના નેતૃત્વમાં અને સુચના મુજબ દરેક જીલ્લા અને તાલુકા લેવલે મેગા લોક અદાલત યોજાઈ હતી.

પોરબંદરમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં ૧૯પ૩ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે ર.૪૭ કરોડથી વધુનુ સમાધાન પેટેેે ચુકવણુ કરવામાં આવ્યુ હતુ. વિસાવદર કોર્ટમાં મુખ્ય સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એસ.એસ.ત્રિવેેદીના માર્ગદર્શન હેઠળ જીલ્લા ન્યાયાધીશ ની ઉપસ્થિતિમાં મેગા લોક અદાલત યોજાઈ હતી.

જેમાં પ્રિ-લીટીગેશનના રૂા.પ૮,૪૯,૦ર૮ના ૧૭૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં બાર એસોસીએશનના પ્રમુખ વિજય જેઠવા અને ે ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુેનાગઢ શહેરઅને જીલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં ૭પ૧૬ કેસોનો સમાધાન રાહે નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં વાહન અકસ્માત, ેબેક લેણા, પીજીવીસીએલ સહિતના કેસોનો સમાવેશ થાય છે. આ સફળતા બદલ કાનૂની સેવા સત્તા મંડળે તમામ પત્રકારો, વકીલોનાો આભાર વ્યક્ત કર્યો હતો.

જસદણમાં સિવિલ કોર્ટના તાલુકા કમિટિના સેક્રેટરી જે.એ. સોયાના અધ્યક્ષસ્થાનેે યોજાયેલી લોક અદાલતમાં કુલ ર૯૮ કેસોનો સમાધાન રાહે નિકાલ કરવામાં આવ્યો હતો. તથા ૧,૧૭,૯૯૦ રકમનુૃ સમાધાન કરવામાં આવ્યુ હતુ. મોરબીમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં કુલ ૮૬૩પ કેસો મુકવામાં આવ્યા હતા.

જે પૈકી ર૭૦૬ કેસોનો સમાધાન રાહે નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રિ-લીટીગેશન, પ્રોહિબિશન, જમીનના કેસો, ફેમિલી તકરાર અને વાહન અકસ્માતના કેસોનો સમાવેશ થાય છે. તેમજ ૧પ-૧ર કરોડની રકમનું સમાધાન કરવામાં આવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.