Western Times News

Gujarati News

એમેઝોન 16 લાખ કર્મચારીઓમાંથી 10 હજારની છટણી કરશે

વિશ્વની મોટી કંપનીઓમાં છટણીની મોસમ -આ માટેની કામગીરી શરૂ થઈ ગઈ, એમેઝોન પાસે દુનિયાભરમાં ૧૬ લાખ જેટલા ફુલ ટાઈમ અથવા પાર્ટટાઈમ લોકો કામ કરે છે

વોશિંગ્ટન,  ટિ્‌વટર (ટ્‌વીટર લેઓફ), ફેસબૂક (મેટા લેઓફ), એમેઝોન જેવી કંપનીઓમાં અત્યારે છટણીની મોસમ(બીગ લેઓફ) ચાલે છે. તમામ મોટી કંપનીઓ હજારો કર્મચારીઓને ઘરભેગા કરી રહી છે. એમેઝોનના સીઈઓઅને દુનિયાના સૌથી ધનિક લોકો પૈકી એક જેફ બેઝોસ પણ પોતાની કંપનીમાંથી ઓછામાં ઓછા ૧૦ હજાર લોકોને કાઢી નાખવાના છે.

આ માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. નવાઈની વાત એ છે કે તેઓ પર્યાવરણને બચાવવા માટે કરોડો ડોલરનું દાન પણ આપવાના છે. જેફ બેઝોસે કહ્યું છે કે તેઓ પોતાની મિલ્કતનો મોટા ભાગનો હિસ્સો દાનમાં આપવા માંગે છે. એમેઝોન જેવી કંપનીના સ્થાપક તરીકે જેફ બેઝોસ હંમેશા સમાચારમાં ચમકતા રહે છે. તાજેતરમાં તેઓ પોતાની પત્ની મેકેન્ઝી સ્કોટ સાથેના છૂટાછેડાના કારણે પણ ચર્ચામાં હતા.

મેકેન્ઝીએ જેફ બેઝોસથી અલગ થયા પછી પોતાની ૩૬ અબજની સંપત્તિમાંથી ૧૦ અબજ ડોલર દાનમાં આપ્યા છે. તેમણે પોતાનો એક ભવ્ય બંગલો પણ દાનકાર્ય માટે આપી દીધો હતો.

હવે જેફ બેઝોસ પણ પોતાની અત્યાર સુધીની કમાણીનો મોટા ભાગનો હિસ્સો દાનમાં આપવા તૈયાર થયા છે. તેમની પાસે લગભગ ૧૨૪ અબજ ડોલરની સંપત્તિ છે જેને તેઓ પર્યાવરણ અને પૃથ્વીને બચાવવા માટે માટે દાનમાં આપશે. ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવા માટે આ ખર્ચ કરવામાં આવશે.

પર્યાવરણ અને પૃથ્વીને બચાવવા માટે જેફ બેઝોસ ઉત્સાહિત છે અને પોતાની મિલ્કત ખર્ચ કરી નાખવા તૈયાર છે. પરંતુ કંપનીના નફાને ઘટતો અટકાવવા માટે તેમણે કંપનીમાંથી ૧૦ હજાર લોકોને છુટા કરવાનો ર્નિણય પણ લીધો છે. ફેસબૂકની પેરન્ટ કંપનીએ તેના ૧૩ ટકા જેટલા વર્ક ફોર્સને છુટો કરી દીધો છે.

એમેઝોન પાસે દુનિયાભરમાં ૧૬ લાખ જેટલા ફુલ ટાઈમ અથવા પાર્ટટાઈમ લોકો કામ કરે છે. તાજેતરમાં તેણે અમુક મહિનાઓ માટે નવી ભરતી પણ બંધ કરી દીધી છે.

ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં એમેઝોનના શેરમાં લગભગ ૪૦ ટકાનો ઘટાડો થયો છે. ખાસ કરીને ટેકનિકલ સ્ટાફમાંથી ઘણા લોકોને છુટા કરવામાં આવ્યા છે. આજે એમેઝોનનો શેર ભારે ઘટ્યો હતો, પરંતુ પછી તેમાં થોડી સ્થિરતા આવી હતી અને શેર ૨.૪ ટકાના ઘટાડે ૯૮.૩૮ ડોલર પર ચાલતો હતો.

એમેઝોન એવી અમેરિકન કંપની છે જેણે આર્થિક મંદીનો સામનો કરવા માટે પોતાના કર્મચારી બેઝમાં કાપ મુકવાનો ર્નિણય લીધો છે. ગયા અઠવાડિયે ફેસબૂકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મે પણ જાહેરાત કરી કે તે ૧૧,૦૦૦ જાેબને છુટા કરશે. ઈલોન મસ્કની ટ્‌વીટરમાંથી પણ મોટા ભાગના કર્મચારીઓને કાઢી નાખવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.