Western Times News

Gujarati News

NCP સાથે છેડો ફાડ્યા બાદ રેશમા પટેલ જોડાઈ શકે છે આપમાં

અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષોમાં મોટા ફેરફાર જાેવા મળી રહ્યા છે અને કેટલાય નેતાઓ પક્ષ પલટો કરી ચૂક્યા છે. હવે, એનસીપીમાંથી રેશમા પટેલે રાજીનામું ધરી દીધું છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જાેડાશે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે સવારે ૧૦ વાગ્યાની આસપાસ રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં આપમાં જાેડાશે.

તેમને વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલની સામે લડાવવાની તૈયારી થઈ રહી છે. જાે આમ થયું તો તેમની ટક્કર જૂના સાથી સાથે થશે. જણાવી દઈએ કે, વિરામગામ બેઠક પરથી આપ પાર્ટી ઠાકોર સમાજના આગેવાન ચંદુજી ઠાકોરને ટિકિટ આપી ચૂકી છે.

રેશમા પટેલ એનસીપીમાં ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તાના પદ પર હતા. રાષ્ટ્રિય મહિલા અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપતાં તેમણે લખ્યું હતું ‘હું મારા પદ પરથી રાજીનામું આપી રહ્યું છું. મેં હંમેશા એનસીપી પાર્ટી સાથે રહીને પ્રામાણિકતાથી જનતા માટે કામ કર્યું છે.

મેં ગુજરાતના સત્તાધારી પક્ષની તાનાશાહી સામે હંમેશા અવાજ ઉઠાવ્યો છે. મેં એનસીપીમાં સક્રિય કાર્યકર્તાની ફરજ અદા કરી છે. મને ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને એનસીપી પ્રદેશ પ્રવક્તાની જવાબદારી આપવામાં આવી હતી, આ બંને પરથી આજે રાજીનામું આપી રહ્યું છે.

રાજકારણમાં મહિલાઓના સંઘર્ષને તમે સમજી શકો છો. રાજકારણમાં જાે તમને પોતાની સાથે થતાં અન્યાય સામે અવાજ ઉઠાવો તો તમને બદનામ કરવામાં આવે છે. હું માત્ર એટલું જ જાણું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારે પોતાની શક્તિ વધારવી પડે છે.

જ્યારે તાકાત વધારવાની તક આવે ત્યારે રાજકીય ષડયંત્રો અને અન્યાયનો સામનો કરવો પડે છે. તમારા નેતૃત્વમાં કામ કરવાની જે તક મળી હતી તે અમારા માટે સૌભાગ્યની વાત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એનસીપી અને કોંગ્રેસનું માત્ર ત્રણ બેઠકો પર ગઠબંધન કરવામાં આવ્યું છે.

જેના કારણે એનસીપીના દિગ્ગજ નેતાઓમાં નારાજગી જાેવા મળી રહી છે. જેમાં કાંધલ જાડેજાએ રાજીનામું આપી અપક્ષમાંથી લડવાનું નક્કી કર્યું છે. તેવામાં રેશમા પટેલે આમ આદમી પાર્ટીનો હાથ પકડશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.