Western Times News

Gujarati News

ચૂંટણી ટાણે ઉનામાં MLA લખેલી કારમાંથી દારૂ પકડાયો

ઉના, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ થઈ હોવાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં MLA લખેલી કારમાંથી દારૂની પેટીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર પોલીસે ચેકપોસ્ટ પર દીવ કેન્દ્ર સાશીત પ્રદેશમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં આવતો અટકાવવા મોટાપાયે બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં દીવ તરફથી આવતી સ્ન્છ લખેલી કારની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો પકડાઈ હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર દીવ ઘોઘલા વિસ્તારમાંથી આવતી નંબર પ્લેટ વગરની MLA લખેલી ઈનોવા કારને ચેકિંગ માટે પોલીસ દ્વારા અટકાવવામાં આવી હતી. તપાસ કરતા તેમાંથી દારૂની ૮ પેટી પકડાઈ હતી.

જેમાં વધુ તપાસ કરતા અલગ-અલગ કંપનીની ૧૩૦ બોટલ તેમજ બિયરના ટીન ૧૨૦ મળી કુલ ૨૫૦ બોટલનો જથ્થો મળ્યો હતો. પૂછપરછ દરમિયાન જથ્થો દીવથી લઈ આવ્યા હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું.

ત્યારબાદ પોલીસ દ્વારા કાર અને દારૂ સહિત ૮.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, અને આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને જેલને હવાલે કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરતમાં રાતના અંધારામાં પોલીસે બે શખ્સોને લાખોની રોકડ અને સોનાના બિસ્કિટ સાથે ધરપકડ કરી હતી અને તેઓ આ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં સઘન તપાસ હાથ ધરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.