Western Times News

Gujarati News

રાજ્યમાં પગપેસારો કરી સરકાર બનાવવાના સ્વપના જોતા મફતીયાઓની ડિપોઝીટો ગુજરાતની જનતા આંચકી લેવાની છે – પાટીલ

આંકલાવ ભાજપના ઉમેદવાર ગુલાબસિંહ પઢીયારના નામાંકન સમયે સી. આર. પાટીલે વિશાળ જનસભાને સંબોધન કર્યું 

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેદવારના નામાંકન સમયે ઉપસ્થિત ઘુઘવતા દરિયા સમાન આ માનવમેદની જોઇ અમને પસ્તાવો થાય છે કે, જાહેર કરેલ ઉમેદવારને અમે પહેલાંથી જાહેર કર્યા હોત તો સારૂ હતું અમારે અહીં આવવાની જરૂર જ ન પડત – શ્રી સી. આર. પાટીલ

૮મી ડિસેમ્બરે શ્રી ગુલાબસિંહ પઢીયારના વિજયી સરઘસમાં જોડાવા માટે કાર્યકરોને શ્રી સી. આર. પાટીલ સાહેબે અપીલ કરી

રીઝલ્ટના દિવસે ટી. વી. ડિબેટમાં આંકલાંવની સીટ હોટ ફેવરીટ રહેવાની છે – શ્રી સી. આર. પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગની એક અખબારી યાદી જણાવે છે કે, આજરોજ આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી ગુલાબસિંહ પઢીયારના નામાંકન સમયે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ સાહેબે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું.

શ્રી સી. આર. પાટીલ સાહેબે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેદવારના નામાંકન સમયે ઉપસ્થિત ઘુઘવતા દરિયા સમાન આ માનવમેદની જોઇ અમને પસ્તાવો થાય છે કે, જાહેર કરેલ ઉમેદવારને અમે પહેલાંથી જાહેર કર્યા હોત તો સારૂ હતું અમારે અહીં આવવાની જરૂર જ ન પડત.

ઉપસ્થિત માનવમેદની જોઇ ઉમેદવારની લોકપ્રિયતા દેખાઇ આવે છે અને અમને વિશ્વાસ થઇ ગયો છે કે આંકલાવની જનતા રેકર્ડ બ્રેક લીડથી કમળને જીત અપાવવાની છે. શ્રી મોદી સાહેબે વલસાડની સભામાં પણ કહ્યું હતું કે, આ વખતની ચૂંટણી હું મારા જ રેકોર્ડ તોડવા માટે લડી રહ્યો છું

અને આંકલાવની આ સભા જોઇને હવે લાગી રહ્યું છે કે જનતા એ સાચા અર્થમાં શ્રી મોદી સાહેબના બોલને ઝીલી લીધો છે અને વિરોધ પક્ષના લોકોના હાજા ગગડી ગયા છે. આપણે સૌ શ્રી મોદી સાહેબનો પડ્યો બોલ ઝીલી લઇએ છીએ પરંતુ આ વખતે આપણે વિરોધ પક્ષોના ડરને સાચા અર્થમાં સાબિત કરી તેમની ડિપોઝીટો આંચકી લેવાનું શુભ કામ આપણે સૌ એ ભેગા મળી કરવાનું છે.

આંકલાવમાં ૩૭૦૦૦ પેજ સમિતી કાર્યરત છે ત્યારે આંકલાંવ નું કુલ મતદાન કરતાં ૫૦ ટકા મતદાન તો આપણા કાર્યકરના જ છે બાકીનું મતદાન તમે જાતે જ લોક સંપર્ક કરી કરાવવાના જ છો એટલે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ૭૫૦૦૦ હજાર જેટલી જંગી લીડથી જીતવાનો છે. રીઝલ્ટના દિવસે ટી. વી. ડિબેટમાં આંકલાંવની સીટ હોટ ફેવરીટ રહેવાની છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ૮મી ડિસેમ્બરે જીતે એટલે ભ્રષ્ટાચાર અને વિરોધીઓની ગુલામીથી તમે સૌ આઝાદ થવાના છો.

સી. આર. પાટીલે સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, વિરોધીઓને આજે ઉમેદવાર ગોત્યો જડતો નથી અને જે ઉમેદવાર મળે છે તે ખોખલો મળે છે. આજે ગુજરાતમાં મફતની રેવડી આપનારાઓ દિલ્હીથી આવ્યાં છે, પરંતુ ગુજરાતનો બાળક પણ મફતનું લેવાનું વિચારતો નથી ત્યારે યુવા વર્ગ, મહિલા વર્ગ કે વડિલ વર્ગ મફતનું લેવાનું વિચારે જ નહીં.

રાજ્યમાં પગપેસારો કરી સરકાર બનાવવાના સ્વપના જોતા આવા મફતીયાઓની ડિપોઝીટો ગુજરાતની જનતા આંચકી લેવાની છે. ગુજરાતની જનતાએ શ્રી મોદી સાહેબની મુખ્યમંત્રી તરીકેની કામગીરીથી થયેલ વિકાસને જોયો છે અને તે જ વિકાસના મોડેલને દેશમાં પ્રસ્થાપિત કરી વડાપ્રધાન તરીકે દેશને વિશ્વફકલ ઉપર પ્રસ્થાપિત કરી દીધો છે.

આજે વિશ્વના અને દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતનું ઉદ્યોગ ક્ષેત્રે અનુકુળ વાતાવરણ જોઇ મૂડી રોકાણ કરવા ઉત્સુક છે. રાજ્યમાં આવા મોટા મોટા ઉદ્યોગો આવવાના કારણે વિપુલ પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. કોંગ્રેસના લોકો કામ બોલે છે ના શ્લોગન સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે

પરંતુ રાજ્યમાં કામ બોલતું નથી પરંતુ ભ્રષ્ટાચાર બોલે છે તે ગુજરાતની જનતા જાણે છે અને એટલાં માટે જ ૨૦૧૭ની ચૂંટણીમાં આપેલ સીટો કરતાં પણ દેશમાં સૌથી ઓછી સીટો આપી સૌથી વધુ સીટો, સૌથી વધુ લીડ અને કૌભાંડો આચારનારી કોંગ્રેસને સૌથી ઓછી સીટો એમ ત્રિપલ રેકોર્ડ બનાવવાનું કામ આપણે સૌ એ ભેગા મળી કરવાનું છે. ૮મી ડિસેસમ્બરે શ્રી ગુલાબસિંહ પઢીયારના વિજયી સરઘસમાં જોડાવા માટે કાર્યકરોને શ્રી સી. આર. પાટીલ સાહેબે અપીલ કરી હતી.

શ્રી સી. આર. પાટીલ સાહેબની આ વિશાળ જનસભામાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પ્રમુખશ્રી મયુરભાઇ સુથાર, સુશ્રી જિલ્લા પંચાયતના સભ્ય સુશ્રી હંસાબા, તેમજ જિલ્લા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.