Western Times News

Gujarati News

સિક્કાની થેલીઓ લઈ ફોર્મ ભરવા પહોંચ્યા ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવાર

ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારોની જાહેરાત બાદ પ્રથમ ચરણમાં ઉમેદવારોની જાહેરાત બાદ તમામ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા. ત્યારે બીજા તબક્કામાં ઉમેદવારો જાહેર કરતા જ ભાજપ-કોંગ્રેસ, આપ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા વાજતે ગાજતે પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે પહોચ્યા હતા.

ત્યારે ગાંધીનગરમાં અપક્ષ ઉમેદવાર સિક્કા લઈને ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. ત્યારે મામલતદાર કચેરી ખાતે તેઓ તેમના ટેકેદારો સાથે અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારે તેઓ ડિપોઝીટમાં રૂપિયા ૧૦ હજારના સિક્કા આપતા સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા.

ત્યારે મગેન્દ્ર પટેલે તેમનાં મિત્રોએ કચેરીમાં બેસીને એક-એક રૂપિયાનાં સિક્કા ગણ્યા હતા. ત્યારે મહેન્દ્રભાઈએ કહ્યું હતું કે તેઓ પાયાના પ્રશ્નોનાં નિવારણ માટે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. આ બાબતે ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે મારૂ આર્થિક પાસુ નબળું હોઈ મારા મિત્રો તેમજ ગ્રામજનોએ એક-એક રૂપિયો ઉઘરાવીને આર્થિક પાસુ મજબૂત કરી આપ્યું છે અને સાથે સાથેએ તેઓએ કહ્યું છે કે જે રીતે અમે આ એક એક રૂપિયાનો સિક્કો આપ્યો તેમ અમે વોટ પણ આપશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.