ગુઆનાજુઆટોના પોલીસ સ્ટેશન પર હુમલો ગોળીબારમાં અનેકનાં મોત
(એજન્સી)મેક્સિકો, મેક્સિકોના ગુઆનાજુઆટોમાં હત્યા અને ગોળીબારની ઘટના સામાન્ય બની ગઈ છે. હવે ફરી એકવખત આ શહેરમાંથી ફાયરિંગની ઘટના સામે આવી છે. ગુઆનાજુઆટોમાં એક પોલીસ સ્ટેશન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો.
🚨#BREAKING: Mass shooting at a bar with multiple people dead
A Mass shooting took place inside Bar in Tarimoro, Guanajuato, Mexico where Mexican authorities are reporting At least 10 people are reportedly dead. As video shows gun men firing inside pic.twitter.com/tYNGZom8mv
— R A W S A L E R T S (@rawsalerts) September 22, 2022
જેના જવાબમાં પોલીસે પણ કાર્યવાહી કરી હતી અને હુમલાખોરો પર એક પછી એક ગોળીબાર કર્યો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસની જવાબી કાર્યવાહીમાં ઘણા લોકો માર્યા ગયા છે જેમાં મોટાભાગના હુમલાખોરો પણ સામેલ છે.
પોલીસે જણાવ્યું કે, બંદૂકધારીઓના ગોળીબાર બાદ તેમણે પણ જવાબમાં ગોળીબાર કરવો પડ્યો હતો જેમાં ઘણા બંદૂકધારી માર્યા ગયા છે. જાેકે આ ઘટનામાં કેટલા હુમલાખોરોના મોત થયા તેની સંખ્યા હજુ સ્પષ્ટ થઈ નથી.
સેલાયા શહેરના પોલીસ પ્રમુખ જીસસ રિવેરાએ માહિતી આપી હતી કે, ગોળીબારની ઘટના શહેરની બહાર વિસ્તારમાં બની હતી.
આ ઘટનામાં ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે પરંતુ તેમની ઈજાઓ ગંભીર નથી. તેમની હાલત હાલ સ્થિર છે. મેક્સિકોના ૩૨ રાજ્યોમાં ગુઆનાજુઆટોને સૌથી હિંસક અને ભયજનક વિસ્તાર માનવામાં આવે છે. કારણ કે અહીં ડ્રગ્સનો ધંધો ધમધોકાર ચાલે છે તેથી હુમલા, હત્યા અને ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે.
આ અગાઉ ૧૦ નવેમ્બરના રોજ ગુઆનાજુઆતોથી ગોળીબારની ઘટના સામે આવી હતી જેમાં ૯ લોકોના મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયરિંગમાં ૫ પુરૂષો અને ચાર મહિલાઓના મોત થયા છે. આ પહેલા પણ મેક્સિકન શહેર ઈરાપુઆતોમાંથી ફાયરિંગની ઘટના સામે આવી હતી. કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ સામાન્ય લોકો પર ગોળીબાર કર્યો હતો જેમાં ૧૨ લોકોના મોત થયા હતા. જેમાં ૬ મહિલાઓ અને ૬ પુરૂષો સામેલ હતા.