Western Times News

Gujarati News

રાહુલ ગાંધીની ભારત જાેડો પદયાત્રા રાજકીય રથયાત્રાઓનો વિકલ્પ બની શકશે?!

જાે શહીદ હુવે હે ઉનકી જરા યાદ કરો કુરબાની !

મહાત્મા ગાંધીએ સાદગીનો, સરદાર પટેલે અખંડ ભારતનો, પંડિત જવાહરલાલ નેહરૂએ પ્રગતિશીલ ભારતનો, બાજપાઈ એ નિખાલસ રાજનીતિનો સંદેશો આપ્યો છે ત્યારે રાહુલ ગાંધીની ભારત જાેડો પદયાત્રા રાજકીય રથયાત્રાઓનો વિકલ્પ બની શકશે?!

પ્રજાસત્તાક ભારતના યુગના નેતૃત્વનો દિપ બુજાયા પછી ભારતમાં ત્યાગ, નૈતિકતા, માનવતા, વિશ્વ નાગરિકતા અને બંધારણવાદની ભાવના હૃદયમાં ઉજાગર કરી દેશને નવી દિશા આપનાર નેતાઓની ખોટ વર્તાય છે તેવા સમયે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ ‘રથયાત્રા’ સામે ‘પદયાત્રા’ કરી રોજ ભારત જાેડો યાત્રામાં અનેક સેલિબ્રિટી જાેડાઈ રહી છે!

તસવીરમાં રાહુલ ગાંધી સાથે અભિનેત્રી પૂજા ભટ્ટ, અભિનેત્રી રીયાસેન સહીત અનેક દસ દસ કિલોમીટર સાથે ચાલે છે આ યાત્રા પર રાજકીય મત મતાંતર હોઈ શકે પરંતુ જ્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીના પિતા બંને આતંકવાદી પ્રવૃત્તિ સામે લડતા પગલાં લેતા દેશ માટે જાન ગુમાવ્યા છે! ત્યારે ખુલ્લેઆમ પદયાત્રા કાઢવામાં જાેખમ છે! રાહુલ ગાંધીએ હિંમત કરી છે તેનું યથાર્થ પરીણામ પ્રજા શું આપશે એ ભવિષ્યની વાત છે ! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા)

બેયાર્ડ ટેલર નામના વિચારે કહ્યું છે કે “તમે સમાજ પાસેથી જે લો એ પ્રતિષ્ઠા તમે સમાજને જે આપો એ ચારિત્ર જે પળથી તમે આ સમજાે એ પળથી જ જીવવાની શરૂઆત કરી છે એમ માનજાે”!! જ્યારે અર્થન સોપાન હોવરે કહ્યું છે કે “કીર્તિ એવી ચીજ છે જે માણસે કમાવી પડે છે અને ગૌરવ એવી ચીજ છે જે વ્યક્તિએ ખોવી ના જાેઈએ”!!

ભારતની આઝાદી સમયે ભારતને જે નેતૃત્વ મળ્યું જેમાં સાદગી, નૈતિકતા, નિષ્ઠા, સંવેદનશીલતા અને માનવતાના માનવીય મૂલ્યો ઉજાગર હતા આજે બ્રિટિશરો ‘ભાગલા પાડોને રાજ કરો’ ની રાજકીય નીતિ વારસામાં આપી ગયા તે ચારે તરફ ફેલાયેલી જાેવા મળે છે! ત્યારે રાષ્ટ્રીય એકતાનો વારસો આપનાર મહાન નેતાને ગુજરાતની ચૂંટણી સમયે યાદ કરી મતદાન કરવાની જરૂર છે!

મહાત્મા ગાંધીની સાદગી, હિંમત રાષ્ટ્રીય મૂલ્યો અને સિદ્ધાંતો માટે જીવન સમર્પિત કરનાર આજે કોણ અને કેટલા?!
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે “સાચો નેતા એ જ છે જે નેતૃત્વ કર્યા વગર રાજ કરે તથા અંતરઆત્માના અવાજને અનુસંધતા પ્રજાનું કલ્યાણ કરે”!! મહાત્મા ગાંધી પર ભાષણ થાય છે

પરંતુ સાદગી, નૈતિકતા, હિંમત, અહિંસા અને ત્યાગની ભાવના આજે કેટલા નેતાઓમાં છે?! તારીખ ૨૦ જાન્યુઆરીના મદનલાલે મહાત્મા ગાંધીના પ્રાર્થના સ્થળે બોમ નાખેલો પણ જાનહાની ના થઈ અને પંડિત જવાહરલાલ નેહરુ એ સલામતી વધારવાની વાત કરી પણ ગાંધીજી એ નકારી કાઢી અને તેનો લાભ ઉઠાવીને નાથુરામ ગોડસે એ ગાંધીજીને ગોળી મારી દીધી. આ મહાત્મા ગાંધીનું ખૂન નહોતું ગાંધીની વિચારધારા ની હત્યા હતી એ આજે આ સમજવાની જરૂર છે!

સરદાર વલ્લભભાઈ પટેલ ભારતની અખંડતા અને ભારતને જાેડનારા નીડર, સંવેદનશીલ, કાબેલ નકશીગર હતા તેમ જ માનવતા અને મૂલ્યનિષ્ઠ રાજકીય જાહેર જીવનના પ્રણેતા હતા!!

સરદાર પટેલ કોંગ્રેસમાં જૂથવાદ ઉભો કરનારા પરિબળોને હંમેશા જવાબ આપતા હસીને કહેતા હું તો “જવાહરલાલના જૂથમાં છું મને બાપુનો આદેશ છે”!! સરદાર પટેલ દેશને જાેડનારા, બાહોશ, સિદ્ધાંતનીષ્ઠ, અખંડ ભારતના નકસીગર હતા તેમની જિંદગીનો એક યાદગાર કિસ્સો છે દિલ્હીની ખાસ વિમાન દ્વારા જયપુર જઈ રહ્યા હતા

ત્યારે અચાનક હવાઈમથક જાેડે સંપર્ક તૂટી જતા પાયલોટ સલામત જગ્યાએ વિમાન ઉતારેલું! ત્યારે જરાય ગભરાયા વગર શાંતિથી બેસી રહેલા સરદાર પટેલે સમજદારીથી બધાને બહાર કાઢ્યા હતા આવી કટોકટીમાં હિંમત જાળવી હતી અને જ્યારે સરદાર પાછા ફર્યા ત્યારે જવાહરલાલ નેહરુ દોડીને સરદારને ભેટી પડ્યા હતા આવો અદભુત પ્રેમ નેતાઓ વચ્ચે જાેવા મળતો હતો આજે સરદારનું વ્યક્તિત્વ ક્યાં કોઈ નેતાઓ માં જાેવા મળે છે?!

પંડિત જવાહરલાલ નેહરુ એ સંવેદનશીલ હૃદય ધરાવતા પ્રગતિશીલ માનવતાવાદી નેતા હતા! તો અટલબિહારી બાજપાઈ નિખાલસ લોકશાહીવાદી સ્પષ્ટ વક્તા નેતા હતા! આવું વ્યક્તિત્વ શોધતા પણ મળી શકે તેમ છે?!

“એ મેરે વતન કે લોગો જરા આંખ મે ભરેલો પાની જાે શહીદ હુવે હે ઉનકી જરા યાદ કરો કુરબાની” ગીત સ્વતંત્ર દિનના અવસરે લાલ કિલ્લા પરથી લતા મંગેશકરે ગાયું હતું ત્યારે જવાહરલાલ ની આંખમાં આંસુ આવી ગયા હતા ત્યારે તેઓ દેશના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા.

મહાત્મા ગાંધીની હત્યા થઇ કે સરદાર પટેલે આ ધરતી પર થી વિદાય લીધી ત્યારે સૌથી વધુ આઘાતમાં શરી પડી ઉમદા શ્રદ્ધાંજલિ અભિવ્યક્ત કરનાર જવાહરલાલ નેહરુ હતા આઝાદીની લડતમાં પડેલા જવાહરલાલ નેહરુ પોતાની દીકરીના ઉછેરમાં ધ્યાન આપી શક્યા નહોતા છતાં પરિવાર સાથે જાેડાયેલા હતા અને દેશ માટે અનેક ર્નિણયો સરદાર પટેલ સાથે મળીને કર્યા

બીજી બાજુ દેશમાં અટલ બિહારી બાજપાઈને આજે સમગ્ર દેશ યાદ કરે છે એટલું જ નહીં કોંગ્રેસના નેતાઓ પણ શ્રી અટલજીની ભાવનાઓ, કર્મનિષ્ઠાની પ્રશંસા કરે છે આવા ઉદારમતવાદી, કાબેલ અને લાગણીશીલ અને સ્પષ્ટ વક્તા ની ખોટ પછી ભરપાઈ જ નથી!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.