Western Times News

Gujarati News

ચુંટણીમાં સાત ઝોનમા અંદાજે ૬૦૦ થી વધુ બસ ઓનરોડ દોડશે

અમદાવાદ, અમદાવાદમા પાંચ ડીસેમ્બરે વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાવાનુ છે.ચાર અને પાંચ ડીસેમ્બરે એએમટીએસની ચારસો જેટલી બસ વિધાનસભા ચૂંટણી માટે ઈ.વી.એમ. સહિતની અન્ય સામગ્રી મતદાન મથક સુધી પહોંચાડવાની કામગીરી કરાશે.આ બે દિવસ માટે શહેરીજનોએ એએમટીએસની અવેજીમા મુસાફરી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે.મ્યુનિ.સ્કૂલ બોર્ડની તમામ ૪૫૯ શાળામા મતદાન મથક અને પોલીસ કર્મચારીઓના ઉતારાની સગવડ કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની શહેરના સાત ઝોનમા અંદાજે ૬૦૦ થી વધુ બસ ઓનરોડ દોડાવવામા આવી રહી છે.આ પૈકીની ચારસો બસ વિધાનસભા ચૂંટણીની કામગીરી માટે આગામી ચાર તથા પાંચ ડીસેમ્બરના રોજ ફાળવવામા આવનાર છે.

આ સ્થિતિમા એ.એમ.ટી.એસ.ની બસના મુસાફરોને બે દિવસ માટે બી.આર.ટી.એસ.ઉપરાંત મેટ્રો ટ્રેન સહિતના અન્ય વિકલ્પની પસંદગી કરવી પડશે.

શહેરના સાત ઝોનમા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની ૪૫૯ જેટલી શાળાઓ આવેલી છે.આ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તમામ ૪૧૦૦ શિક્ષકોને ચૂંટણી કામગીરીની ફરજ સોંપવામા આવી છે.

વિવિધ વિસ્તારમા આવેલી ૪૫૯ શાળાઓ પૈકી ૭૭ જેટલી શાળામા સ્થાનિક પોલીસ ઉપરાંત એસ.આર.પી અને સી.આર.પી.એફ સહિતના ચૂંટણી સંદર્ભમા ફરજ બજાવવા આવનારા જવાનોના રહેવાની સગવડ માટે ફાળવવામા આવશે.ઉપરાંત મ્યુનિસિપલ શાળાઓમા મતદાન કેન્દ્ર પણ ઉભા કરવામા આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.