Western Times News

Gujarati News

ડફનાળાથી કેમ્પ સદર બજાર વચ્ચેેે ૬૧ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરાઈ

ફાઈલ

(એજન્સી) અમદાવાદ, સાબરમતી રીવરફ્રન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ડ્રીમ પ્રોજેક્ટ છે. અમદાવાદીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ ભારે આકર્ષણનુૃ કેન્દ્ર બન્યો છે. સાંજ પડતાની સાથે જ સેકડો લોકો પરિવાર સાથે રીવરફ્રન્ટ પર લટાર મારવા નીકળી પડતા હોય છે. રિવરફ્રન્ટ હવે લાખો અમદાવાદીઓ માટે નવલુ નઝરાણું બની ગયો છે. તેનો દેશ-વિદેશમાં પણ ખુબ પ્રશંસા થઈ રહી છે. તેમાંય આઈકોનિક અટલબ્રિજે તો લોકોમાં ઘેલુ લગાડ્યુ છે. હવે તત્રે રિવરફ્રન્ટના ફ્ઝ-૧ બાદ ફેઝ-ર હેળ પૂર્વકાંઠા પર ડફનાળાથી કેમ્પ સદર બજાર વચ્ચે પાઈલોટ પ્રોજેક્ટ પર કામ ચાલુ છે. તંત્રના પ્રોગ્રેસ રીપોર્ટ મુજબ તેની ૬૧ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરાઈ છે.

સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠાના વિકાસ માટે ફેઝ-૧ હેઠળ સતાવાળાઓ દવારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો છે. આ અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે વિવિધ સ્ત્રોતો પાસેથી કુલ રૂા.૧૯૭૪.૯૯ કરોડનીે લોન તંત્ર દ્વારા લેવાઈ છે. તેની સામેેેે તંત્રેરૂા.પ૬૧.૦૭ કરોડ ચુકવ્યા હોઈ હજુ રૂા.૧૬પ૩.૯ર કરોડની લોન ચુકવવાની બાકી છે.

તંત્ર દ્વારા છેલ્લા રપ વર્ષથી સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. છેક વર્ષ ૧૯૯૭માં કંપનીધારા-૧૯પ૬ હેઠળ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ નામની સ્વાયત કંપનીની સ્થાપના કરાઈ હતી. જેમાં ફેઝ-૧ હેઠળ સુભાષબ્રિજ પાસેના રેલ્વેબ્રિજથી વાસણા બેરેજ સુધી સાબરમતી નદીના પશ્ચિમ અને પૂૃવ કાંઠા પર ૧૧.પ૦ કી.મી. લંબાઈના પટ્ટાનો વિકાસ કરવાનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો.

હવે ફેઝ-૧નો પ્રોજેકેટ સફળતાપૂર્વક પાર પડી ચુક્યો હોઈ સતાધીશોએ પૂર્વ કાંઠે શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદર બજાર થઈ ઈન્દીરા બ્રિજ સુધીના આશરે પાંચ કીમી. થી વધુ લંબાઈના પટ્ટામાં તેમજ પશ્ચિમ કાંઠામાં બેરેઝ-કમ બ્રિજથી ઈન્દીરા બ્રિજ સુધીના આશરે ચાર કી.મી. લંબાઈના પટ્ટાના વિકાસ માટેેની કવાયત હાથ ધરાઈ છે.

સાબરમતી નદીના પૂર્વકાંઠા પર તંત્રે કોન્ટેોનમેન્ટ બોર્ડ સો થયલા એમઓયુ મુજબ જમીન મળતા શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદર બજાર વચ્ચેના ૧રપ૦ મીટરના પટ્ટાને વિકસિત કરવા લીધો છે. આ મટો છેક જાન્યુઆરી-ર૦ર૧માં ટેન્ડર બહાર પડયા હતા. શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદર બજાર વચ્ચેના પાઈલોટ પ્રોજેક્ટ નો પ્રોગ્રેસ રીપોર્ટ તપાસતા કુલ ૬૧.પપ ટકા જેટલી કામગીરી પૂર્ણ કરાઈ છે. કુલ પ્રોજેક્ટ કોસ્ટ રૂા.૯૬.૦ર કરોડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.