Western Times News

Gujarati News

કોઈ પણ વ્યક્તિનો આધાર સ્વીકારતા પહેલા તેની સત્યતા તપાસો

નવી દિલ્હી, સરકારે નકલી આધાર કાર્ડનો ઉપયોગ રોકવા માટે એડવાઈઝરી જારી કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે કહ્યું કે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તેથી આ ૧૨-અંકના અનન્ય ઓળખ નંબરને ભૌતિક અને ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં સ્વીકારતા પહેલા તેની ચકાસણી કરવી જાેઈએ.

આધાર જારી કરતી સંસ્થા UIDAIએ તમામ વિભાગોને એક પરિપત્ર જારી કરીને કહ્યું છે કે કોઈપણ વ્યક્તિનો આધાર સ્વીકારતા પહેલા તેની સત્યતા તપાસો. UIDAI વતી, એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિની સંમતિથી, તેના આધાર કાર્ડનું કોઈપણ સ્વરૂપ જેમ કે ઈ આધાર, આધાર પીવીસી કાર્ડ અને સ્ આધાર ચેક કરી શકાય છે.

ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે કહ્યું કે આમ કરવાથી આધારનો દુરુપયોગ બંધ થઈ જશે. આ સાથે આધારનો દુરુપયોગ અને છેતરપિંડીના કેસમાં પણ ઘટાડો થશે.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, આધાર વેરિફિકેશન પર જ નકલી કાર્ડ વિશે જાણકારી મળશે. આવી સ્થિતિમાં, નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરનાર વ્યક્તિને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે અને આધાર એક્ટની કલમ ૩૫ હેઠળ સજા માટે જવાબદાર ગણવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.