Western Times News

Gujarati News

ઋષિ સુનક અને તેમની પત્નીને બ્રિટનમાં એશિયન રિચ લિસ્ટ ૨૦૨૨માં સ્થાન

નવી દિલ્હી, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિનું બ્રિટનમાં ‘એશિયન રિચ લિસ્ટ ૨૦૨૨’માં સ્થાન પામ્યા છે. આ યાદીમાં હિન્દુજા પરિવાર ટોપ પર છે. સુનક અને અક્ષતા મૂર્તિ ૭૯૦ મિલિયન પઉન્ડની સંપત્તિ સાથે યાદીમાં ૧૭મા ક્રમે છે.

અક્ષતા મૂર્તિના પિતા એનઆર નારાયણ મૂર્તિ ભારતીય આઈટી કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક છે. વર્ષ ૨૦૨૨ની યાદીમાં સામેલ એશિયન અમીરોની કુલ સંપત્તિ ૧૧૩.૨ બિલિયન પાઉન્ડ છે, જે ગયા વર્ષની સરખામણીએ ૧૩.૫ બિલિયન પાઉન્ડ વધુ છે.

હિન્દુજા પરિવાર આ યાદીમાં સતત આઠમી વખત ટોચના સ્થાને રહ્યો છે. તેમની અંદાજિત સંપત્તિ ૩૦.૫ બિલિયન પાઉન્ડ છે, જે ગત વર્ષ કરતાં ૩ બિલિયન પાઉન્ડ વધુ છે.

લંડનના મેયર સાદિક ખાને ૨૩ નવેમ્બર રાત્રે વેસ્ટમિંસ્ટર પાર્ક પ્લાઝા હોટેલમાં ૨૪મા વાર્ષિક એશિયન બિઝનેસ એવોર્ડ્‌સ દરમિયાન હિન્દુજા ગ્રૂપના કો-ચેરમેન ગોપીચંદ હિન્દુજાની પુત્રી રિતુ છાબરિયાને ‘એશિયન રિચ લિસ્ટ ૨૦૨૨’ની એક નકલ અર્પણ કરી હતી.

લેન્કેસ્ટરના ડચીના ચાન્સેલરે સભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે જાેઈએ છીએ કે દર વર્ષે બ્રિટિશ એશિયન સમુદાયનું કદ સતત વધતું જાય છે, જે વ્યક્તિગત રીતે મારા માટે આશ્ચર્યજનક નથી. મારા જીવનમાં પહેલીવાર મેં વાર એશિયાઈ સમુદાયની આકરે મહેનત, દ્રઢ સંકલ્પ, અને ઉદ્યમશીલતાને જાેઈ છે. નિશ્ચિત રૂપે મારી નવી નોકરીમાં બ્રિટિશ એશિયન બોસ છે. જે મારા સારા મિત્ર છે.

ઋષિ સુનક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરમાંથી રાજકારણી બન્યા. તેઓ ૨૧૦ વર્ષમાં સૌથી યુવા બ્રિટિશ વડાપ્રધાન છે અને બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન પણ છે. આ વર્ષની એશિયન અમીરોની યાદીમાં બ્રિટનના ૧૬ અબજાેપતિ છે, જે ગયા વર્ષ કરતાં એક વધુ છે. મોટાભાગના અબજાેપતિઓની સંપત્તિ ગયા વર્ષની જેમ જ વધી છે યા તો યથાવત રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.