Western Times News

Gujarati News

આમ આદમી પાર્ટીના નેતાએ કરી આત્મહત્યા

નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના ટ્રેંડ વિંગના પ્રદેશ સચિવ સંદીપ ભારદ્વાજે પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી દીધી છે. આત્મહત્યા પાછળનું કારણ હજૂ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આ મામલે સીઆરપીસીની કલમ ૧૭૪ અંતર્ગત પુછપરછની કાર્યવાહી થઈ રહી છે.

ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ નથી મળી. અત્યાર સુધી જે જાણકારી મળી છે, તે મુજબ સંદીપ ભારદ્વાજ બે દિવસથી પોતાના ઘરમાંથી બહાર નહોતા નિકળ્યા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સંદીપ ભારદ્વાજ આપ ટ્રેડ વિંગ દિલ્હીના સચિવ હતા અને રાજૌરી ગાર્ડમાં ભારદ્વાજ માર્બલ્સના માલિક હતા.

પશ્ચિમ જિલ્લા ડિસીપી ધનશ્યામ બંસલે જણાવ્યું છે કે, પોલીસને સૂચના મળી કે, સંદીપ ભારદ્વાજે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળ પર પોલીસને પરિવારના લોકોએ જણાવ્યું છે કે, સંદીપ ભોજન લીધા બાદ ઉપરના રુમમાં જતાં રહ્યા હતા. જ્યારે ઘણી વાર સુધી નીચે ન આવ્યા તો, તેમને જાેવા માટે ગયા.

રુમમાં ફંદા સાથે તેમની લાશ લટકતી હતી. પરિવારના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. સંદીપ ભારદ્વાજના એક મિત્રએ વાત કરતા જણાવ્યું છે કે, એક કારણ એવુ પણ હોય શકે છે કે, ઘણા સમયથી તેઓ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીની સ્થાપના સમયથી તેઓ પાર્ટી સાથે જાેડાયેલા છે.

અહીંના ધારાસભ્ય શિવચરણનું કામકાજ સંભાળતા હતા. તેમણે વચન આપ્યું હતું પણ ટિકિટ ન મળી. ક્યાંકને ક્યાંક આ વાતનું માઠુ લાગ્યું હોય અને સહન ન કરી શક્યા હોય, એટલા માટે આત્મહત્યા કરી લીધી હોય એવું પણ બની શકે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.