Western Times News

Gujarati News

એપલ કંપની દરરોજ ૧૨૮૨ કરોડની કમાણી કરે છે

નવી દિલ્હી,  વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર કંપની વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈફોન બનાવનારી એપલ દુનિયાની સૌથી વધુ નફો કરતી કંપની બની ગઈ છે. Apple કંપની દર સેકન્ડે $૧૮૨૦ એટલે કે લગભગ ૧.૫૮ લાખ રૂપિયાનો નફો કમાય છે.

જાે તેને દિવસના આધારે જાેવામાં આવે તો કંપની દરરોજ ૧૫૭ મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. ૧૨૮૨ કરોડનો નફો કમાય છે. દર સેકન્ડે $૧,૦૦૦ થી વધુ નફો કરતી કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ અને વોરેન બફેટની બર્કશાયર હેથવેનો સમાવેશ થાય છે. એકાઉન્ટિંગ સોફ્ટવેર ફાઇનાન્સિયલ બિઝનેસ ટિપલ્ટીના નવા સંશોધનમાં આ વાત સામે આવી છે.

માઈક્રોસોફ્ટ કંપની વિશ્વમાં નફાના મામલામાં બીજા નંબર પર રહી છે. આ કંપની દર સેકન્ડે ૧૪૦૪ ડોલર એટલે કે ૧.૧૪ લાખ રૂપિયા કમાય છે. બર્કશાયર હેથવેની પ્રતિ સેકન્ડની કમાણી $૧,૩૪૮ એટલે કે રૂ. ૧.૧૦ લાખ છે. માર્કેટ કેપની દૃષ્ટિએ એપલ વિશ્વની સૌથી મોટી કંપની છે. આ કંપનીનું માર્કેટ કેપ $૨.૪૦૩ ટ્રિલિયન છે. માર્કેટ કેપની દૃષ્ટિએ માઇક્રોસોફ્ટ ત્રીજા નંબરે છે અને આલ્ફાબેટ ચોથા નંબરે છે.

માઇક્રોસોફ્ટનું માર્કેટ કેપ $૧.૮૪૫ ટ્રિલિયન છે જ્યારે આલ્ફાબેટનું માર્કેટ કેપ $૧.૨૭૭ ટ્રિલિયન છે. આ યાદીમાં ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૨૧૩.૬૦ અબજ ડોલરની માર્કેટ કેપ સાથે વિશ્વની ટોચની કંપનીઓમાં ૪૦મા નંબરે છે. જાેકે ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ છે.

વિશ્વની ટોચની ૧૦૦ કંપનીઓમાં ૩ ભારતીય કંપનીઓ છે. આ યાદીમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ૭૨મા નંબરે અને HDFC બેંક ૯૩મા ક્રમે છે. ભારતની એક પણ કંપની અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ટોપ ૧૦૦માં સામેલ નથી.

યુએસમાં સરેરાશ વાર્ષિક પગાર $૭૪,૭૩૮ એટલે કે અઠવાડિયાના $૧૪૩૩.૩૩ છે. એટલે કે, એપલની દર સેકન્ડની કમાણી $૩૮૭ છે, અથવા યુએસ કામદારોની સાપ્તાહિક કમાણી કરતાં ૨૭.૦૧ ટકા વધુ છે.

આલ્ફાબેટની પ્રતિ સેકન્ડ કમાણી $૧૨૭૭ છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ પ્રતિ સેકન્ડ ઇં૯૨૪ કમાય છે. બીજી તરફ, ઉબેર ટેક્નોલોજીએ ગયા વર્ષે $૬.૮ બિલિયનનું નુકસાન કર્યું હતું. એટલે કે દર સેકન્ડમાં $૨૧૫નું નુકસાન થઈ રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.