Western Times News

Gujarati News

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવે સ્ટેશન ખાતે બ્રિજનો એક ભાગ પડતા અનેક લોકો ઘાયલ

ચંદ્રપુર, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. આ દુર્ઘટના ચંદ્રપુર જિલ્લાના બલ્લારશાહ રેલવે સ્ટેશન પર થઈ છે, જ્યાં ફૂટઓવર બ્રિજનો સ્લેબ પડી ગયો છે. આ અકસ્માતમાં ૧૦ જેટલા મુસાફરોને ઈજા થઈ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી રહી છે, જેમાંથી ૩ મુસાફરોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra’s Chandrapur

તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જે સમયે પુલનો સ્લેબ પડ્યો તે સમયે સ્ટેશન પર ઘણી ભીડ હતી.તે જ સમયે, અકસ્માત બાદ, રેલવેએ વળતરની જાહેરાત કરી છે.

મધ્ય રેલવેના મુખ્ય સંપર્ક અધિકારીએ માહિતી આપી હતી કે, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ૧ લાખ રૂપિયા અને સાધારણ ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થવા માટે અન્ય હોસ્પિટલમાં ખસેડીને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પુલની ઉંચાઈ લગભગ ૬૦ ફૂટ હતી. એટલે કે અકસ્માત સમયે મુસાફરો ૬૦ ફૂટ ઉપરથી સીધા રેલવે ટ્રેક પર પડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, કાઝીપેટ પુણે એક્સપ્રેસ પકડવા માટે ઘણા મુસાફરો પ્લેટફોર્મ નંબર ૧ થી પ્લેટફોર્મ નંબર ૪ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક આ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. ઉતાવળમાં ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.