Western Times News

Gujarati News

અફઘાનિસ્તાન: બાળકોને ભૂખ્યા સૂવડાવવા માટે મા આપે છે ડ્રગ્સ

અફઘાનિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવતાની સાથે જ આખા દેશમાં ભૂખમરાના ભયાનક દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. લોકો પાસે ખાવા માટે ખોરાક નથી. કામ ધંધા બંધ થઈ ગયા છે. હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તે ખુબ જ ચોંકાવનારા છે.

અફઘાનિસ્તાનમાં લોકો પોતાના બાળકોને ઊંઘની ગોળીઓ આપીને સૂવડાવી રહ્યા છે, જેથી તેઓ ખાવાનું ન માગે. આ ઉપરાંત, ભૂખમરો અને બેરોજગારી એવી છે કે, લોકો તેમના અંગો અને દીકરીઓ વેંચવા તૈયાર થઈ રહ્યા છે.

આ સ્થિતિ કોઈ એક બે પરિવારની નથી, પરંતુ મોટા ભાગના પરિવારોમાં કંઈક આવી જ સ્થિતિ જાેવા મળી રહી છે. જે અહેવાલો સામે આવી રહ્યા છે, તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ કામ ધંધો ખતમ થઈ ગયો છે. લોકો બેરોજગાર બન્યા છે. ખાવામાં પણ સાસા પડી ગયા છે.

પરિવારના સભ્યો ભૂખ્યા સૂવા મજબૂર બની રહ્યા છે. પોતાના બાળકોને ભૂખથી પીડાતા જાેઈને તે રડવા લાગે છે. કેટલાક અફઘાન કેમેરા સામે એવું કહેતા પણ જાેવા મળ્યા છે કે, તેમની પાસે ન તો કામ છે અને ન ખાવાનું. જ્યારે ભૂખ લાગે છે, ત્યારે તેઓ ઊંઘની ગોળીઓ ખાય છે. જ્યારે બાળકો ખોરાક માંગવા માટે રડે છે, ત્યારે તેમને ઊંઘની ગોળીઓ આપવામાં આવે છે અને સૂઈ જાય છે.

અહીં મહિલાઓ પર કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ ફરી એકવાર તાલિબાન અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યું છે.

આ દિવસથી લોકો અને ખાસ કરીને મહિલાઓની મુશ્કેલીઓ વધી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અહીંના લોકોએ ગરીબી અને ભૂખમરાને કારણે પોતાના બાળકો પણ વેચવાનું શરૂ કરી દીધું છે. તેઓ નિર્દોષ છોકરીઓના લગ્ન પણ કરાવી રહ્યા છે, જેથી તેમને ભૂખમરાથી સુરક્ષિત રાખી શકાય.

યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અનુસાર, અફઘાનિસ્તાનની અડધી વસ્તી ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહી છે. તે જ સમયે, ૯૫ ટકા વસ્તી પાસે ખાવા માટે પૂરતું ભોજન નથી. આ દેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૦ લાખથી વધુ બાળકો ગંભીર કુપોષણનો શિકાર બન્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.