Western Times News

Gujarati News

સમંતા બીમારીની સારવાર માટે આયુર્વેદના રસ્તે વળી

મુંબઈ, સાઉથની એક્ટ્રેસ સમંતા રૂથ પ્રભુ થોડા સમય પહેલા તેની બીમારીને કારણે ચર્ચામાં હતી. સમંતાએ ખુલાસો કર્યો હતો કે, તે માયોસાઈટિસ નામની બીમારીથી પીડાઈ રહી છે. હાલ સમંતા માયોસાઈટિસની સારવાર લઈ રહી છે.

લેટેસ્ટ મીડિયા રિપોર્ટ પ્રમાણે, સમંતા આ બીમારી સામે લડવા માટે આયુર્વેદના માર્ગે વળી છે. માયોસાઈટિસ ઓટોઈમ્યૂન કંડિશન છે. સમંતાએ જણાવ્યું હતું કે, તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોને વિશ્વાસ છે કે તે ઝડપથી આમાંથી સાજી થઈ જશે. અહેવાલ પ્રમાણે, તે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હૈદરાબાદમાં થેરાપી લઈ રહી છે. સાથે જ આયુર્વેદિક સારવાર પણ શરૂ કરી છે.

તાજેતરમાં જ અફવાઓનું બજાર ગરમ હતું અને ચર્ચા થઈ રહી હતી કે, સમંતાનું સ્વાસ્થ્ય બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

જાેકે, સમંતાના પ્રવક્તાએ આ વાતો ફગાવતા કહ્યું હતું કે, તેણી ઘરે જ છે. ઓક્ટોબર મહિનામાં પોતાની આ બીમારી વિશે વાત કરતાં સમંતાએ કહ્યું હતું કે, “મને લાગ્યું હતું કે હું આ બીમારીમાંથી જલદી સાજી થઈ જઈશ અને વધુ તકલીફ નહીં થાય પરંતુ ધાર્યા કરતાં વધારે સમય લાગી રહ્યો છે. હું ધીમે-ધીમે અનુભવી રહી છું કે આપણે હંમેશા આપણી મજબૂત બાજુ બતાવવાની જરૂર નથી.

આ વાતને સ્વીકારવી પણ કોઈ સંઘર્ષથી કમ નથી. મને ડૉક્ટરો પર પણ સંપૂર્ણ ભરોસો છે અને હું સાજી થઈ જઈશ. ભાવનાત્મક અને શારીરિક રીતે મારા સારા અને ખરાબ દિવસો રહ્યા છે. ક્યારેક મને એવું પણ લાગે છે કે હવે એક દિવસ પણ સહન નહીં કરી શકું પરંતુ જેમ-તેમ તે ક્ષણ વીતી જાય છે.

મને લાગે છે કે આનો અર્થ એ જ થાય છે કે, હું સાજા થવાની એક દિવસ નજીક આવી છું. આઈ લવ યુ”, તેમ સમંથાએ પોસ્ટ પૂરી કરતાં લખ્યું. માયોસાઈટિસનો અર્થ થાય છે કે, મસલ્સ એટલે માંસપેશીઓમાં દુઃખાવો અને સોજાે આવવો.

આ બીમારીને કારણે દર્દીઓના મસલ્સ નબળા થઈ જાય છે અને ખૂબ દુઃખાવો રહે છે. આ બીમારીને લીધે શરીરમાં નબળાઈ આવવા માંડે છે અને સ્કીન પર પણ ચકામા પડી જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.