Western Times News

Gujarati News

સારા વર્તનને લીધે નવજાેત સિધ્ધુ જેલમાંથી મુક્ત થવાની શક્યતા

નવી દિલ્હી, ૩૪ વર્ષ જૂના મામલે પટિયાલા જેલમાં ૧ વર્ષથી સજા ભોગવી રહેલા નવજાેત સિંહ સિદ્ધુને મોટી રાહત મળી શકે છે. સારા વર્તનના કારણે ગણતંત્ર દિવસના અવસરે પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધુને જેલમાંથી મુક્ત કરાય તેવી શક્યતા છે. નવજાેત સિંહ સિદ્ધુ અત્યાર સુધી ૬.૫ મહિનાની સજા કાપી ચૂક્યા છે. નિયમ અનુસાર મોટી રાહત માટે તમામ બાબતો સિદ્ધુના પક્ષમાં છે. જેલ વહીવટીતંત્રએ ગણતંત્ર દિવસના અવસરે સારા વર્તનના પગલે જે કેદીઓને મુક્ત કરવાની ભલામણ પંજાબ સરકારને મોકલાઈ છે, તેમાં સિદ્ધુનું પણ નામ છે.

જેલમાં નવજાેત સિંહ સિદ્ધુનું વર્તન સારુ છે. તેમને ક્લાર્ક તરીકે જેલના કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે જેલમાં નિયમ હોવા છતાં કોઈ રજા લીધી નથી. જાેકે હવે અંતિમ ર્નિણય પંજાબ સરકારનો છે.  ૨૭ ડિસેમ્બર ૧૯૮૮ની સાંજે સિદ્ધુ પોતાના મિત્ર રૂપિંદર સિંહ સંધૂની સાથે પટિયાલાના શેરાવાલે ગેટના માર્કેટમાં પહોંચ્યા. આ સ્થળ તેમના ઘરેથી ૧.૫ કિલોમીટર દૂર છે.

તે સમયે સિદ્ધૂ એક ક્રિકેટર હતા. તેમનું આંતરરાષ્ટ્રીય કરિયર શરૂ થયે એક વર્ષ જ થયુ હતુ. – આ માર્કેટમાં કાર પાર્કિંગને મુદ્દે તેમની ૬૫ વર્ષના વૃદ્ધ ગુરનામ સિંહ સાથે બોલાચાલી થઈ હતી. વાત મારામારી સુધી પહોંચી ગઈ. સિદ્ધુએ ગુરનામ સિંહને મારીને પાડી દીધા. જે બાદ ગુરનામ સિંહને હોસ્પિટલ લઈ જવાયા, ત્યાં તેમનું મોત નીપજ્યુ. રિપોર્ટમાં આવ્યુ કે ગુરનામ સિંહનું મોત હાર્ટએટેક આવવાથી થયુ હતુ.

તે જ દિવસે સિદ્ધુ અને તેમના મિત્ર રુપિંદર પર કોતવાલી સ્ટેશનમાં ઈરાદાપૂર્વક હત્યા કરી હોવાનો કેસ નોંધાયો. સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો. ૧૯૯૯માં સેશન્સ કોર્ટે કેસને ફગાવી દીધો.  વર્ષ ૨૦૦૨માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી. દરમિયાન સિદ્ધ રાજકારણમાં આવ્યા. ૨૦૦૪માંલોકસભા ચૂંટણીમાં અમૃતસર બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને જીત્યા.

ડિસેમ્બર ૨૦૦૬એ હાઈકોર્ટનો ર્નિણય આવ્યો. હાઈકોર્ટે સિદ્ધુ અને સંધૂને દોષી ઠેરવતા ૩-૩ વર્ષની કેદની સજા સંભળાવી. સાથે જ ૧ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો. સિદ્ધુએ લોકસભામાંથી રાજીનામુ આપી દીધુ. – વર્ષ ૨૦૦૬માં હાઈકોર્ટના ર્નિણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો. સિદ્ધુ તરફથી ભાજપના દિવંગત નેતા અરુણ જેટલીએ કેસ લડ્યો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ર્નિણય પર રોક લગાવી.

૧૫ મે ૨૦૧૮એ સુપ્રીમ કોર્ટે સેક્શન ૩૨૩ હેઠળ દોષી ઠેરવ્યા હતા પરંતુ ૩૦૪ હેઠળ દોષી ઠેરવાયા નહોતા. જેમાં સિદ્ધુને દંડ ફટકારીને છોડી દેવાયા હતા.
૧૨ સપ્ટેમ્બર ૨૦૧૮એ સુપ્રીમ કોર્ટ રિવ્યૂ પિટિશન પર સુનાવણી માટે તૈયાર થઈ હતી. ૨૫ માર્ચ ૨૦૨૨એ રિવ્યુ પિટિશન પર પોતાનો ર્નિણય કોર્ટે સુરક્ષિત રાખી લીધો હતો. ૧૯ મે ૨૦૨૨એ સુપ્રીમ કોર્ટે નવજાેત સિંહ સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.