Western Times News

Gujarati News

માલપુર ગામ લેઉવા પાટીદાર સમાજના સમુહ લગ્ન સંપન્ન

મોડાસા, અરવલ્લી જીલ્લાનો માલપુર તાલુકામાં લેઉવા પાટીદાર સમાજનો દબદબો છે. જીલ્લાના સતત સેવાકીય કાર્યો કરી રહયા છે. પર ગામ માલપુર તાલુકા લેઉવા પાટીદાર સમાજના દ્વારા દસમો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.

જેમાં ર૬ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. સમુહ લગ્ન મહોત્સવમાંથી રંગેચંગે ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળના પ્રમુખ વિનોદ રામાભાઈ પટેલ અને તેમની ટીમે સમુહ લગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન કરતા સમાજના અગ્રણીઓ અને લોકોએ સરાહના કરી હતી.

પર ગામ લેઉવા પાટીદાર સમાજ પાટીદાર વિકાસ મંડળ અને પાટીદાર પ્રગતી મંડળ દ્વારા માલપુર પી.જી. મહેતા હાઈસ્કુલ ખાતે ૧૦મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો હતો. જેમાં સમાજના ર૬ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. વૈદિક ભુદેવોના મંત્રોચ્ચારથી અગ્નિની સાક્ષીએ ચોરીમાં મંગલફેરા ફરીને આજથી લેઉવા પાટીદાર સમાજના નવયુગલો સાંસારીક જીવનની શરૂઆત કરશે.

સમુહ લગ્નમા પ૦૦ સ્વયંસેવકો બે દિવસ ખડેપગે ઉભા રહયા હતા. સમાજના ભામાશા પટેલ જવેલર્સના સોનીકપુર ગામના મગન પટેલ તેમજ મઠવાસ ગામના જસુ પટેલ દ્વારા વિશેષ દાન મળતા તેમજ વિકાસ અને પ્રગતી મંડળના દાન વડે દસમો સમુહ લગ્નોત્સવ નવ વર્ષ બાદ આજે ફરી એક વખત સંપન્ન થયો છે

કે ત્યારે સામાજીક મોભો ગરીબ હોય કે પૈસાદાર તમામ લોકો એક સમાન રહે તેવા ઉમદા હેતુથી સમુહલગ્નનું આયોજન કરી લેઉવા પાટીદાર સમાજ દ્વારા એકતાના દર્શન થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.