Western Times News

Gujarati News

દારૂબંધી હટાવવાના વચન સાથે મેદાનમાં ઉતર્યા છે અપક્ષ ઉમેદવારો

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતમાં દારૂબંધી છે એ વાતથી કોઈ અજાણ નથી. પરંતુ આ દારૂબંધી હટાવવાની માંગ સમયાંતરે ઉઠતી રહે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે ઘણાં ઉમેદવારો એવા વચન સાથે મેદાનમાં ઉતર્યા છે કે જાે તે જીતશે તો રાજ્યમાંથી દારૂબંધી હટાવવાનો પ્રયત્ન કરશે. મોટાભાગે આ ઉમેદવારો અપક્ષ તરીકે ઉતર્યા છે.

આ ઉમેદવારોનો દાવો છે કે, દારૂબંધીનો નિયમ રાજ્યમાં માત્ર કાગળ પર જ છે અને આ નિયમને કારણે સરકારી તિજાેરીએ ઘણું નુકસાન વેઠવું પડે છે. ૪૦ વર્ષીય નરેશ પ્રિયદર્શી એક સોફ્ટ ડેવલોપર છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે. રસપ્રદ બાબત એ છે કે, આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી છે.

નરેશ પ્રિયદર્શીનું સૂત્ર છે- ગુજરાત બોટલ લઈને રહેશે. નરેશ જણાવે છે કે, મને એવો કોઈ અહંકાર નથી કે હું મુખ્યમંત્રીની સામે ઉભો રહ્યો છું. મારો ઈરાદો આ બિનજરુરી કાયદાનો વિરોધ કરવાનો છે. ૧૯૬૦માં જ્યારે ગુજરાતની સ્થાપના થઈ હતી ત્યારથી જ દારૂબંધીનો અમલ કરવામાં આવ્યો છે.

પરંતુ તેનાથી સમાજના એક પણ વર્ગને ફાયદો નથી થયો. નરેશ પ્રિયદર્શી આગળ જણાવે છે કે, આ કાયદાને કારણે રાજ્યની સરકારી તિજાેરીએ હજારો કરોડોનું નુકસાન ઉઠાવવું પડે છે. આ કાયદાના અમલીકરણમાં પણ કચાશ છે જેના પરિણામે ઘણીવાર લઠ્ઠાકાંડ જેવા બનાવો બને છે અને ઘણાં લોકો જીવ ગુમાવે છે. ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂની હેરાફેરી અહીં થતી જ હોય છે.

માટે આવા નિયમનો હવે અંત આવવો જાેઈએ. નરેશ એક બોટલને પોતાનું ચૂંટણી ચિહ્ન બનાવવા માંગતા હતા, પરંતુ તેમનું ચૂંટણી ચિહ્ન કેરબો છે.

નરોડાના અપક્ષ ઉમેદવાર રામકુમાર ગુલવાણી મતદારોને જણાવે છે કે, રાજકીય પાર્ટીઓ લોકોને જે રેવડી આપવાની વાતો કરે છે, વિનામૂલ્યે સેવાઓના વચનો આપે છે, તે પૂરા કરવા માટે દારૂબંધીનો અંત લાવવો જાેઈએ. કારણકે જાે આમ થશે તો ૨૧૦૦૦ કરોડ રુપિયાની આવક થશે, પરિણામે રાજ્યની તિજાેરીને લાભ થશે. નોંધનીય છે કે દારૂબંધી વિશે વાત કરવામાં આવે ત્યારે ઘણીવાર રાજકોષનો ઉલ્લેખ થતો જ હોય છે.

વર્ષ ૨૦૧૮માં ગુજરાતના તે સમયના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નિતિ આયોગ સમક્ષ ૯૦૦૦ કરોડ રુપિયાના વળતરની માંગ કરી હતી. તેમણે કહ્યુ હતું કે, દારૂબંધીને કારણે થતા રેવન્યુના નુકસાનને કારણે આ રકમ રાજ્યને મળવી જાેઈએ. વર્ષ ૨૦૨૧ની વાત કરીએ તો, લગભગ ૧૨૪ કરોડ કિંમતનો ૫૭ લાખ લિટર ગેરકાયદેસર દારૂ રાજ્યની પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટમાં ઘણી અરજીઓ કરવામાં આવી છે જેમાં દારૂને લગચા નિયમો હળવા કરવાની માંગ કરવામાં આવી છે. જાહેરમાં નહીં તો ઘરમાં ખાનગી ધોરણે દારૂનું સેવન કરવાની મંજૂરી પણ માંગવામાં આવી છે. રાજકુમાર ગુલવાણી કહે છે કે, દારૂ પીનાર લોકોને ગુનેગારની નજરથી જાેવામાં આવે છે. આજના સમયમાં આ વાત ખોટી છે.

ગુજરાતમાં રેવન્યુની તંગી છે જ્યારે આપણા પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ટૂરિઝમના મોટા કેન્દ્રો બની ગયા છે, કારણકે ત્યાં દારૂ ઉપલબ્ધ છે. વડોદરામાં એક સમૂહ છે જેનું નામ છે, ગુજરાતમાં દારૂબંધીની જરૂર નથી.

આ સમૂહ દ્વારા લોકોને વિકલ્પ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. તેઓ કહે છે કે આ વિરોધની એક ઉત્તમ રીત છે. ગ્રુપના સ્થાપક રાજીવ પટેલ જણાવે છે કે, દારૂબંધીના નિયમ વિરુદ્ધ અમારી દલીલો ઘણી મજબૂત છે. આ નિયમના કારણે ગુજરાતનો વિકાસ રુંધાય છે. અમારી માંગ સાંભળવા માટે એક પણ રાજકીય પાર્ટી તૈયાર નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.