Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લાના ૧૨.૬૫ લાખ મતદારો પાંચેય વિધાનસભાના ૩૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

(પ્રતિનિધિ) ભરૂચ, વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ અંતર્ગત ૧લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે.ત્યારે ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ભરૂચ જીલ્લાની ૫ વિધાનસભાઓ ની તૈયારીઓનું વિગત આપતા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લામાં મતદાર યાદીની આખરી સુધારણાના અંતે ૧૨,૬૫,૫૮૮ મતદારો નોંધાયેલા છે.

જેમાં પુરુષ ૬,૪૯,૮૨૬ અને સ્ત્રી ૬,૧૫,૬૯૧ તો થર્ડ જેન્ડર ૭૧ નોંધાયા છે.તો દિવ્યાંગ ઃ ૧૪, ૬૪૭ અને ૧૮ થી ૧૯ વર્ષના ૩૦,૪૪૯ તેમજ ૮૦ થી વધુ વર્ષના ૨૭,૫૬૪ મતદારો નોંધાયા છે.જેઓ લોકશાહીના મહાપર્વમાં ૧લી ડિસેમ્બરના રોજ સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા દરમ્યાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ભરૂચ જીલ્લામાં ૧૩૫૯ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જીલ્લાની ૫ વિધાનસભામાં ૩૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.જીલ્લામાં ૬૮૨ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે. ૫ વિધાનસભાઓમાં ૫ મોડેલ, ૫ દિવ્યાંગ મતદાન મથકો, ૩૫ જેટલા મહિલાઓ સંચાલિત સખી મતદાન મથકો તેમજ ૫ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.તો ઝઘડિયા વિધાનસભામાં એક યુવાનો દ્વારા સંચાલિત મતદાન મથક તથા આલીયા બેટમાં ટેમ્પરરી શીપીંગ કન્ટેઈનરમાં ૨૧૭ જેટલા મતદારોને ૮૨ કી.મી જેટલું અંતર ન કાપવુ પડે તે માટે સ્થાનીક કક્ષાએ સુવિધા સાથે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.

પાંચેય વિધાનસભાઓમાં ૧૯૨૭ બેલેટ યુનિટ, ૧૯૨૭ કંટ્રોલ યુનિટ, ૨૦૪૦ વીવીપેટની ફાળવણી થઈ ચુકી છે.ત્યારે જીલ્લામાં ૫૯૦૧ જેટલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.જેમાં ૧૩૫૯ પ્રીસાઈડીંગ, ૧૩૫૯ આસી. પ્રીસાઈડીંગ, ૯૧૨ પોલીંગ ઓફિસર, ૨૨૭૧ મહિલા પોલીગ સ્ટાફની નિમણુંકો કરવામાં આવી છે.

ભરૂચ જીલ્લાની પાંચેય વિધાનસભાની મતદાન મથકોની ડિસ્પેચીંગ અને રીસીવીંગની સેન્ટર જાેઈએ તો (૧) ૧૫૦- જંબુસર માટે જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે (૨) ૧૫૧- વાગરા માટે કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતે (૩) ૧૫૨- ઝઘડીયા માટે શ્રી રંગનવચેતન વિદ્યામંદિર વાલિયા ખાતે (૪) ૧૫૩- ભરૂચ માટે કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતે (૫) ૧૫૪- અંકલેશ્વર માટે ઈ.એન.જીનવાલા હાઈસ્કુલ ખાતેથી ડિસ્પેચ- રીસીવીંગ સેન્ટર રાખવામાં આવ્યા હતા.જયારે ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકોનું કાઉન્ટીંગ સેન્ટર ૧૫૩- કે.જે.પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.