Western Times News

Gujarati News

FSLના હેન્ડરાઇટિંગ અને ફોટોગ્રાફી વિભાગમાં દસ્તાવેજોના પરીક્ષણ માટે  પેઇડ કેસોની ફીમાં સુધારો કરાયો

  • સુધારેલા દરો રાજ્ય સરકારના ગૃહ વિભાગ સિવાયના રાજ્યના સરકારી/અર્ધ સરકારી વિભાગો, અન્ય રાજ્યો તથા કેન્દ્ર સરકારની સંસ્થાઓ તરફથી આવતા નમૂનાઓની ચકાસણી માટે લાગુ પડશે

ન્યાય સહાયક વિજ્ઞાન ખાતા(FSL)ના હેન્ડરાઇટિંગ અને ફોટોગ્રાફી વિભાગમાં ખાનગી સંસ્થા કે અન્ય બહારની વ્યક્તિઓ, તમામ સરકારી તથા અર્ધ સરકારી વિભાગો તેમજ બહારના રાજ્યો તથા કેન્દ્ર સરકારની સંસ્થાઓ તરફથી પરીક્ષણ માટે આવતા પેઇડ કેસોની ફીના વર્તમાન દરોમાં સુધારો કરવામાં આવ્યો છે એમ ગૃહ વિભાગના ઠરાવમાં જણાવાયું છે.

FSLમાં વસાવેલા અદ્યતન સાધનો અને તેના વાર્ષિક જાળવણી ખર્ચ તેમજ પ્રત્યેક ક્ષેત્રમાં થયેલ મોંઘવારીના વધારાને ધ્યાનમાં રાખી ગૃહ વિભાગ દ્વારા સમયાંતરે આ સુધારો કરવામાં આવે છે. નવા નિયત કરાયેલ દરો રાજ્ય સરકારના ગૃહ વિભાગ સિવાયના અન્ય સરકારી/અર્ધ સરકારી વિભાગો,

અન્ય રાજ્યો તથા કેન્દ્ર સરકારની સંસ્થાઓ તરફથી આવતા નમૂનાઓની ચકાસણી માટે લાગુ પડશે. નિયત કરાયેલા આ દરોનો અમલ તા. ૩-૧૧-૨૦૨૨થી અમલી કરવામાં આવ્યો છે. આથી હેન્ડરાઇટિંગ અને ફોટોગ્રાફી વિભાગમાં પરિક્ષણ માટે મોકલાતા નમૂનાઓના નિયત કરાયેલ દરો નીચે મુજબ છે –

ઓપિનિયન ફી, કોર્ટ એટેન્ડસ ફી, ટ્રાવેલિંગ ફીના દર

ક્રમ વિગત ફીનો દર
ઓપિનિયન ફી રૂ. ૧૦,૦૦૦/-(૧ થી ૫ તકરારી એક્ઝિબિટ્સ) + ૧૦૦૦ પ્રત્યેક વધારાના તકારારી એક્ઝિબિટ્સ દીઠ
નિષ્ણાંતોએ પ્રત્યેક કેસ દીઠ અભિપ્રાય માટે કોર્ટમાં આપેલ હાજરી (કોર્ટ એટેન્ડન્સ) માટેની એવિડન્સ ફી તેમજ ટ્રાવેલિંગ ફી અ) કોર્ટ એટેન્ડન્સ એવિડન્સ ફી પ્રતિ કેસ પ્રતિ દિવસ રૂ.૪૦૦૦/-

બ) સાક્ષી માટે મુસાફરીના પ્રત્યેક દિવસની ટ્રાવેલિંગ ફી રૂ.૪૦૦૦/-

ક) મુસાફરીના ચાર કલાક સમય પસાર કરેલ હોય તો ટ્રાવેલિંગ ફી રૂ. ૪૦૦૦/-

ડ) મુસાફરીના ચાર કલાકથી ઓછો સમય પસાર કર્યો હોય તો ટ્રાવેલિંગ ફી રૂ.૨૦૦૦/-

ઇ) જે દિવસ માટે કોર્ટ એટેન્ડન્સ ફી લેવામાં આવશે તે દિવસ માટે ટ્રાવેલિંગ ફી લેવામાં આવશે નહી.

મુસાફરી ભથ્થું સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ

ડોક્યુમેન્ટ ફોટોગ્રાફીના ફીના દર

ક્રમ ડિજિટલ ફોટોગ્રાફી/ડોક્યુમેન્ટના ફોટોગ્રાફની સાઇઝ ફીના દર
પ્રથમ કોપી બીજી કોપી
કલર પ્રિન્ટ(A-4 Size) રૂ. ૧૫૦/- રૂ. ૭૫/-
બ્લેક એન્ડ વ્હાઇટ(A-4 Size) રૂ. ૧૦૦/- રૂ. ૫૦/-
  સ્પેશિયલ ફોટોગ્રાફી ફીના દર
પ્રથમ કોપી બીજી કોપી
ટ્રાન્સમિટેડ, ઇન્ફ્રારેડ, ઓબ્લિગ લાઇટ અલ્ટ્રાવાયોલેટ લાઈટ ફોટોગ્રાફી ઇન મેઝરિંગ પ્લેટ રૂ. ૩૦૦/- રૂ. ૨૦૦/-
અદ્યતન વૈજ્ઞાનિક સાધનોની મદદથી મેળવેલ ડિજિટલ ફોટોગ્રાફી પ્રિન્ટ રૂ. ૩૦૦/- રૂ. ૨૦૦/-
ડોક્યુમેન્ટની ડિજિટલ ફોટોગ્રાફીની ડેટા સીડી/ડીવીડી રૂ. ૩૦૦/- રૂ. ૨૦૦/-

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.