Western Times News

Gujarati News

વીર સૈનિકોના દેશ દાઝને વર્ણવતી ગુજરાતી ફિલ્મ “ધમણ” 2 ડિસેમ્બરે થઈ રહી છે રીલીઝ

ગુજરાત સિનેમાની અંદર જાંબાઝ, વીર સૈનિકોની કહાનીને વર્ણવતી ફિલ્મ “ધમણ”ની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો આર્જવ ત્રિવેદી, કથા પટેલ, અનંગ દેસાઈ, જયેશ મોરે, ભાવિની જાની, કિશન ગઢવી

અને બાળ કલાકાર તરીકે આરવ ઠક્કર  મુખ્ય ભૂમિકામાં નજરે પડશે આ ઉપરાંત ડાયરેક્ટર રાજન આર. વર્મા છે તો પ્રોડ્યુસર શિવમ ભૂપત બોદર છે. શિવમ જેમિન એન્ટરપ્રાઇઝ પ્રા.લી. વિથ એસો. રામગોપાલ પ્રોડક્શન સામેલ છે.

ધમણ ફિલ્મ 6 ભાષાઓમાં રિલીઝ થશે. જેથી હવે ગુજરાત ફિલ્મ તેલુગુ, ભોજપુરી, તમિલ અને કન્નડ ભાષામાં પણ દર્શકો જોઈ શકે છે. ગુજરાતી ભાષાની આ પહેલી ફિલ્મ છે જે 6 ભાષામાં રિલીઝ થશે.

“ધમણ” ફિલ્મ એ ગૌરવની જીવન યાત્રા વિશે છે જે સત્તા, કુટુંબ, પ્રેમ અને સમાજ જેવા તમામ અવરોધોને પાર કરીને દેશની સેવામાં જોડાય છે. આ ગુજરાતી ફિલ્મ એ તમામ દેશના સૈનિકોને સમર્પિત છે જેઓ દેશ માટે પોતાનું સર્વસ્વ ત્યજીને સરહદ પર રક્ષા કરે છે. આ ફિલ્મમાં પણ એ જ મેસેજ આપવામાં આવ્યો છે.

દેશનો સોલ્જર ક્યારેય કોઈ દિવસ પોતાની ફરજ નથી ચૂકતો. આ ફિલ્મમાં લીડ એક્ટર આર્જવ ત્રિવેદી છે જે માત્ર બોર્ડર પર જ ફરજ નથી બજાવતો પરંતુ તેની સાથે સાથે દેશમાં જયાં જયાં સમસ્યા છે, મુશ્કેલી છે ત્યાં પણ પહોંચી તેને દૂર કરે છે. આ ફિલ્મના દેશપ્રેમની સાથે સાથે પારિવારિક સંવેદનાને પણ વ્યક્ત કરે છે. જેથી દર્શકો માટે ફિલ્મની વાર્તા સોને પે સુહાગા જેવી છે. ગુજરાતી ફિલ્મોમાં આ ફિલ્મ આવનાર સમયમાં નવા માઈલ સ્ટોન સર કરશે.

આ પ્રકારની ફિલ્મો આપણે હોલિવૂડ અને બૉલિવૂડમાં જોઈ છે પરંતુ ગુજરાતી આ પ્રકારની ફિલ્મો જૂજ જ જોવા મળી છેય ત્યારે  દેશભક્તિના વિષયની ફિલ્મ દર્શકો માટે સિનેમાં ઘરોમાં આ શુક્રવારે 2 ડીસેમ્બરથી જ રીલીઝ થવા જઈ રહી છે.

શોભના ભુપત બોદર અને શિવમ ભુપત બોદર ફિલ્મ ના પ્રોડ્યુસર છે જેઓ જાણીતા ફિલ્મ પ્રોડયુસર ભુપત બોદરના પુત્ર છે તેઓ માત્ર 18 વર્ષની વયે આ ફિલ્મના પ્રોડયુસર બન્યા છે. જે ગૌરવની વાત છે. આ ફિલ્મ ના કો-પ્રોડ્યુસર વૃંદા બ્રહ્મભટ્ટ છે.

“ધમણ” ફિલ્મની ખાસિયતની વાત કરીએ તો બોલીવુડની ફિલ્મોના લેવલના એક્શન ટેકન જોવા મળશે. આ ફિલ્મમાં પહેલી વખત એકશન સિકવન્સ ડિઝાઈન કરાઈ છે. આ ફિલ્મના એકશન-સ્ટંટ દ્દશ્યો બોલીવુડની ફિલ્મોને ટકકર મારે તેવા ફિલ્માવાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.