Western Times News

Gujarati News

ઉત્તરાખંડમાં ગરોળીએ કરી હજારો ઘરોની બત્તી ગુલ

નવી દિલ્હી, ઉત્તરાખંડના ચંદૌલી જિલ્લામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચાંદસી સબ સ્ટેશનમાંથી નીકળતા ફીડર નંબર ૩ અને ૬નો વીજ પુરવઠો અચાનક બંધ થઈ ગયો હતો. પરિણામે હજારો ઘરોમાં એકાએક વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ચોતરફ અફરાતફરી મચી ગઈ હતી.

ડિપાર્ટમેન્ટના ફોન ઉપર ફરિયાદોનો વરસાદ થતા વીજ કર્મી પણ દોડતા થઈ ગયા હતા. ચારેય તરફ તમામ યંત્ર-સયંત્ર તપાસવા છતા કોઈ ખામી ન મળતા વીજ કર્મીઓ પણ માથું ખંજવાળવા લાગ્યા હતા. અનેક એક્સપર્ટસની સલાહ-સૂચન-નિરીક્ષણ અને મહા મંથન પછી ટ્રાન્સફોર્મરની પેનલ તપાસવામાં આવી તો સાચું કારણ બહાર આવ્યું હતુ.

ચાંદસી સબ સ્ટેશનના ફીડર નંબર ૩ અને ૬નો વીજ પુરવઠો અચાનક બંધ થતા અનેક લોકો પરેશાન થઈ ગયા હતા. પહેલા તો કર્મચારીઓ વીજ પુરવઠો ઠપ્પ થવાની સમસ્યાનું કારણ શોધી શક્યા ન હતા. પણ પેનલ ચકાસતા અંતે માલૂમ પડ્યું હતુ કે આ વીજ પુરવઠો ખોરવવાનું કારણ એક ગરોળી છે.

પેનલમાંથી એક મૃત ગરોળી મળી આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ગરોળીના કારણે શોર્ટ સર્કિટ થયું હતુ અને બંને ફીડરને નુકશાન થતા અંતે સમગ્ર વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો.

આ અંગે કર્મચારીઓ દ્વારા તાત્કાલિક વિભાગીય અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, જ્યાં તેમની સૂચનાથી ટ્રાન્સફોર્મરનો સપ્લાય બંધ કરીને મૃત ગરોળીને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના અંગે વીજ કર્મચારીઓએ જણાવ્યું કે, આ ગરોળીને કારણે વીજ સપ્લાય ઠપ્પ થઈ ગઈ હતી.

આ પછી કામદારોએ મૃત ગરોળીને બહાર કાઢી અને કલાકો સુધી પેનલ રિપેર કરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો, ત્યારબાદ વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વીજ કર્મચારીઓને પણ ધરપત થઈ હતી. વીજળી વિભાગના ક્રૂ દ્વારા ૧ કલાકથી વધુ રિપેરિંગ ચાલ્યું હતું, બાદમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, આ ઘટનાના કારણે વીજ કર્મચારીઓએ ૪ દિવસથી ચાલી રહેલ હડતાળ સંકેલી હતી. જાે તેઓ હડતાળ પર હોત તો વીજળી પાછી મેળવવામાં સમય લાગી શક્યો હોત. કર્મચારીઓ કામથી અળગા રહ્યાં હતા પરંતુ આ મોટી ખામી અને સામાન્ય જનમાનસને પડી રહેલ મુશ્કેલીઓને જાેતા વિરોધ સમેટ્યો હતો અને સમસ્યાનું નિવારણ કર્યું હતુ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.