Western Times News

Gujarati News

ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ ડાંગ જિલ્લાનો પ્રવાસ

ડાંગ:ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ તા.૧૪/૧૧/૨૦૧૯ અને તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ ડાંગ જિલ્લાના પ્રવાસનું આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. ચેરમેન શ્રી વલ્લભભાઈ કાકડિયા સાથે સમિતિના સભ્યો પંડયા શશીકાંત મહોબતરામ,ઠાકોર શ્રી ચંદનજી તલાજી,બારૈયા શ્રી ભીખાભાઈ રવજીભાઈ અને મોહિલે શ્રીમતિ સીમાબેન અક્ષયકુમાર ડાંગ ના પ્રવાસે જોડાયા હતા.

ચેરમેનશ્રી વલ્લભભાઈ ગોબરભાઈ કાકડિયાએ ડાંગના પ્રવાસ દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાત સરકારશ્રીના પ્રયાસથી પ્રવાસન ક્ષેત્રનો સુંદર વિકાસ થયો છે. સાપુતારામાં ધણા બધા વિકાસના કામો ચાલી રહયા છે. સમિતિના સભ્યો સાથે અમે બધા સ્થળોની મુલાકાત લીધી છે. ખાતરી સમિતિ દ્વારા અમે ચકાસણી અને પ્રવાસ કર્યો છે. સરકારશ્રીની પ્રવાસન સ્થળોની કામગીરીથી સમિતિ સંતોષ વ્યક્ત કરે છે.

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વધઈ તાલુકાના બોટાનિકલ ગાર્ડન ખાતે તા.૧૪/૧૧/૨૦૧૯ ના રોજ સમિતિનું આગમન થતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયા અને જિલ્લા પોલીસ વડા શ્રીમતિ શ્વેતા શ્રીમાળી, નાયબ વન સંરક્ષકશ્રી દિનેશ રબારીએ આવકારી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અંબિકા નદી ઉપર આવેલા ગીરાધોધ ખાતે સહેલાણીઓ માટે થયેલા વિકાસના કામો નિહાળ્યા હતા.

ગિરીમથક સાપુતારા ખાતે સરકારશ્રી દ્વારા ચાલતા પ્રવાસન પ્રોજેક્ટ સનસેટ,તળાવ, પે એન્ડ યુઝ ટોઈલેટ,ગવર્નર હિલ અને તોરણ હોટલની મુલાકાત લીધી હતી. પ્રવાસન વિભાગ દ્વારા ડાંગની પારંપારિક સંસ્કૃતિ એવા ડાંગી નૃત્યો નિહાળી ખાતરી સમિતિના સભ્યો પ્રભાવિત થયા હતા.

દંડકારણ્ય ની ભૂમિ એવા ડાંગના શબરીધામ ખાતે તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ સમિતિના સભ્યોએ માં શબરીધામના દર્શન કર્યા હતા. શબરીધામ ખાતે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ વિકાસ કામો નિહાળી ખુશી વ્યક્ત કરી હતી. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તેમજ વન વિભાગ દ્વારા પ્રવાસ ક્ષેત્રે વિકાસના સહિયારા પ્રયાસને સમિતિએ બિરદાવ્યો હતો.

વિધાનસભાની ખાતરી સમિતિના પ્રવાસ પ્રસંગે વિધાનસભાના ઉપસચિવ શ્રી વિષ્ણુભાઈ પટેલ,ઉઘોગ અને ખાણ-ખનીજ વિભાગના સેકશન ઓફિસરશ્રી તુષારભાઈ પ્રજાપતિ, પ્રાંત અધિકારીશ્રી કાજલબેન ગામીત,સુબિર મામલતદારશ્રી એમ.એસ.માહલા, સાપુતારા પ્રવાસન મેનેજરશ્રી રાજુભાઈ ભોંસલે, પોલીસ સબ ઈન્સ્પેકટર બી.આર.રબારી, રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી અનિલભાઈ પ્રજાપતિ,માજી ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ,શબરીધામ સમિતિ ના પ્રમુખશ્રી કિશોરભાઈ, ર્ડા. ચિન્ટુભાઈ ચૌધરી સહિત વનવિભાગ અને પોલીસ વિભાગ ઉપસ્થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.